એક વર્ષ પૂર્વે અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોત
શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં આવેલ શ્યામ સ્કાય હાઈટ્સમાં રહેતા અને એક વર્ષ પૂર્વે જ અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં આવેલ શ્યામ સ્કાય હાઈટ્સમાં રહેતા અને એક વર્ષ પૂર્વે જ અમેરિકાથી આવેલા દિનેશભાઈ રવજીભાઈ સિતાપરા ઉ.વ.63ને હદય રોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં આધેડનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃદ્ધ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાના હતાં અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા નવયુગપરામાં બે માસના માસુમ કોઠારિયા સોલવન્ટમાં ભરત ભનુભાઈ બારૈયા ઉ.વ.35, હરીનગરના જગતસિંહ ગગસિંહ ઉ.વ.55 અને સદભાવના વૃદ્ધાશ્રમના ચારુલતાબેન પૃથ્વીરાજ પારેખ ઉ.વ.70નું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.