લોહીના ટકા ઓછા થઇ જતા સગર્ભાનું બેભાન હાલતમાં મોત
04:29 PM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
ઉપલેટાના ગાંગડી ગામે રહેતા સગર્ભાને લોહીના ટકા ઓછા થઇ જતાં બેભાન થઇ જતાં તેમને હોસ્પીટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. તેમનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાયું હતું.
બનાવની મળતી વિગતો અનુસાર ગાંગડી ગામે રહેતા ભાવનાબેન ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ.30) આજે તેમના ઘરે બેભાન થઇ જતા તેમને ઉપલેટા હોસ્પીટલે ખસેડાતા તેમનું સારવારમાં મોત નીપજયું હતું.
ભાવનાબેનના પતિ મજુરીકામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો છે. ભાવનાબેનને આઠ માસનો ગર્ભ હતો તેઓને ચાર દિવસ પહેલા લોહીના ટકા ઓછા થતાં તેઓને ઝનાના હોસ્પીટલે ખસેડાયા હતા.
બાદમાં તેમની તબીયત સારી થતા હોસ્પીટલેથી રજા આપવામાં આવી હતી ત્યારે આજે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમનું મોત નીપજયું હતું. હાલ તેમના મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું હતું.
Advertisement
Advertisement