For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકાની કનૈયાધામ ગૌશાળામાં 15 ગૌવંશનાં મોતથી અરેરાટી

12:14 PM Jul 27, 2024 IST | Bhumika
દ્વારકાની કનૈયાધામ ગૌશાળામાં 15 ગૌવંશનાં મોતથી અરેરાટી
Advertisement

દ્વારકાના ચરકલા રોડ પર આવેલ કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીના લીધે ગૌવંશના મૃત્યુ થયાની ગઈકાલે જાણ ગૌસેવકોને થતા ગઈકાલે સુરભી માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડાને થતા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને જીવન-મરણ વચ્ચે અટવાયેલા 13 ગૌવંશને તાત્કાલિક અસરથી રેસકયુ કરી સારવાર કરી બચાવ કામગીરી કરેલ આ દરમ્યાન 11 જેટલા ગૌવંશો મૃત હાલતમાં જોવા મળેલ.તેમજ સારવાર દરમ્યાન વધુ 4 ગૌવંશોના મોત થતાં મૃતાક 15 પર પહોંચ્યા હતો. હાલમાં સારવાર લઈ રહેલ ગૌવંશ પૈકી મોટાભાગના ક્રિટીકલ સ્થિતિમાં છે

દોષીતો સામે એનીમલ કુઅલ્ટી એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવા પોલીસ ફરીયાદ આ બનાવના પગલે આજે સુરભી માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડા તથા અન્ય ગૌસેવકો સાથે મળીને કનૈયાધામ ગૌશાળાના સંચાલકો વિરુદ્ધ એનીમલ ફુઅલ્ટી એક્ટની જોગવાઈ મુજબનો ગુન્હો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દ્વારકા પી.આઈ ને ફરીયાદ દાખલ કરેલ છે.તમામ મૃતક ગૌવંશને ખંભાળિયા તથા જામનગરની એફ.એસ.એલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.જે અંગેનો રિપોર્ટ સમયમાં આવશે. ફરીયાદ માં જણાવ્યાનુસાર કનૈયાધામ ગૌશાળાના સંચાલકોને ટેલીફોનીક જાણ કરી પરંતુ તેમના તરફથી ઉડાઉ તથા બેદરકારીભર્યા જવાબ આપવામાં આવેલ. સંચાલકોના બેદરકારી ભર્યા વલણને કારણે નિર્દોષ અને અબોલ પશુને જાનહાનિ થયેલ હોય અને 15 જેટલા ગૌવંશ ભુખમરાના કારણે મૃત્યુ પામેલ છે તેવું ફરીયાદમાં જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement