ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કાર

03:44 PM Oct 31, 2025 IST | admin
Advertisement

લાકડાની ભયંકર અછતને કારણે, મૃતકના પરિવારે છેવટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાની કરુણ ફરજ પડી હતી. અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે સ્મશાન ગૃહમાં આ પ્રકારની ગેરવ્યવસ્થા અને લાકડાની અછત હોવી એ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા.અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ સ્મશાન ગૃહમાં તાજેતરમાં એક અત્યંત સંવેદનહીન અને દુ:ખદાયક ઘટના સામે આવી છે, જ્યાં મોતનો મલાજો પણ જળવાયો નહોતો. મૃતકના અંતિમ સંસ્કાર માટે આવેલા સ્વજનોને ભારોભાર હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્મશાન ગૃહના વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે અંતિમવિધિ માટે જરૂૂરી સૂકા લાકડા ખૂટી પડ્યા હતા. આ અમાનવીય પરિસ્થિતિમાં, પરિવારે લાકડા વગર જ અંતિમ સંસ્કાર કરવા મજબૂર બનવું પડ્યું.

Advertisement

લાકડાની ભયંકર અછતને કારણે, મૃતકના પરિવારે છેવટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાની કરુણ ફરજ પડી હતી. અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે સ્મશાન ગૃહમાં આ પ્રકારની ગેરવ્યવસ્થા અને લાકડાની અછત હોવી એ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. આ ઘટનાએ માત્ર ઓઢવ જ નહીં, પરંતુ સમગ્ર અમદાવાદના વહીવટી તંત્રની વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે, જ્યાં અંતિમ સંસ્કાર માટે પણ મૃતદેહને યોગ્ય સન્માન મળ્યું નહોતું.

આ ગંભીર અને શરમજનક ઘટનાની જાણ થતાં, સમગ્ર મામલો તંત્રના ધ્યાન પર આવ્યો છે. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈઈછજ (સેન્ટ્રલ કમ્પ્લેઇન્ટ અને રિડ્રેસલ સિસ્ટમ) માં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને, અખઈ દ્વારા તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રકરણની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તંત્રએ ખાતરી આપી છે કે બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement