જોડિયામાંથી મૂક-બધિર કિશોરી મળી: વાલી-વારસોને શોધતી પોલીસ
જામનગરના જોડીયા પોલીસ સ્ટેશનમાં એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. તા. 15 ઓક્ટોબરના રોજ, સાંજે 7:30 વાગ્યે જોડીયા બંદર રોડ પરથી એક અજાણી સગીર તરુણી મળી આવી છે. આશરે 17 વર્ષની આ બાળા મૂંગી અને બહેરી હોવાથી પોતાનું નામ કે ઠેકાણું જણાવી શકતી નથી. તેના પર આછા ગુલાબી રંગનું ટોપ, બ્લુ કલરની લેગીન્સ અને ગળામાં પંચરંગી નાખેલી છે. તેના જમણા હાથના કાંડા પર પછઈંઝઞથ એવું ટાટુ બનાવેલું છે. તરુણીના વાલીઓ હાલમાં મળી આવ્યા નથી.
આ બાબતે જોડીયા પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમ કે અપહરણની ફરિયાદ નોંધાઈ નથી. જો કોઈ વ્યક્તિએ આ તરુણીને ઓળખી હોય અથવા તેના વિશે કોઈ માહિતી હોય તો તાત્કાલિક જોડીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જામનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે. જોડીયા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02893 222033 પર સંપર્ક કરીને આ તરુણી વિશે માહિતી આપી શકાય છે. પોલીસે આ બાળાનો ફોટો પણ જાહેર કર્યો છે.