માર્વેલ્સ બેકરીની કૂકીઝમાંથી મરેલી માખી નીકળી
પનીરમાં તલનું તેલ અને વેજિટેબલ ઘીની મિલાવટ, વધુ 28 ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું
મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ડ્રાયફૂટ કુકીઝનું સેમ્પલ લેવામાં આવેલ જેમાં મરેલી માખી નિકળતા નમુનો ફેઈલ થયેલ અને લુઝ પનિરનું સેમ્પલ લેવામાં આવેલ જેનો લેબોરેટરી રિપોર્ટ આજે આવતા પનિરમાં તલનું તેલ તેમજ વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતા બન્ને પ્રોડક્ટના વેચાણ કરતા સામે પ્રોસિક્યુસન કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. તેવી જ રીતે આજે વધુ 28 ખાણી-પીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી કરી 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા "માર્વેલ્સ બેકરી", 2 રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ (200 ગ્રામ પેક્ડ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો "અનસેફ ફૂડ" (ફેઇલ) જાહેર થયેલ તેમજ "વિશાલ ચાઇનીઝ પંજાબી", મિલન કોમ્પ્લેક્ષ, શોપ નં. ઉ-5, 1- ભારતીનગર કોર્નર, 80’ લાખનો બંગલા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "પનીર (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં રિપોર્ટમાં વેજીટેબલ ફેટની હાજરી તેમજ તલના તેલની મીલાવટ હોવાનું ખુલતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરી બન્ને ખાદ્યપદાર્થોના વિક્રેતા વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
ફૂડ વિભાગ દ્વારા આજે (01)બિનહરીફ દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ઉમા પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ગાંધી સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શક્તિ ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શક્તિ પાન સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ગાત્રાળ ડિલક્સ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ભેરુનાથ દૂધ થાબડી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ઠાકર હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)સાંઇ ગોપાલ સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ગોપાલ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (11)શ્રી ખોડલ ઢોસા (12)ચામુંડા ફરસાણ (13)બહુચરાજી ફરસાણ (14)રસરાજ પાણીપુરી (15)રાધે ફાસ્ટફૂડ (16)પ્રજાપતિ ફરાળી ભેળ (17)બાલાજી દાળપકવાન (18)નકળ્ંગ ટી સ્ટોલ (19)જોકર ગાંઠિયા (20)નકળ્ંગ ફૂડ ઝોન (21)જલિયાણ ખમણ (22)ઓમ ઢોસા (23)શિવ મદ્રાસ કાફે (24)મહાદેવ પૂરી શાક (25)દેસાઇ ભજીયા (26)દેસાઇ ફરસાણ (27)રઘૂવીર સમોસા (28)અનામ સેન્ડવિચ દાબેલીની ચકાસણી કરવામાં આવેલ હતી.