રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પફમાં મળ્યો મરેલો વંદો : ફૂડ વિભાગની તપાસ શરુ

11:51 AM Aug 17, 2024 IST | admin
Advertisement

સાડા સાત લાખની વસ્તી માટે ફક્ત બે જ ફૂડ ઈન્સ્પેકટર, ફૂડ વિભાગ પાસે જરૂરી સાધનો નથી, પાણીપુરી જેવા નાના ધંધાર્થીઓને ધમકાવી તંત્ર ચોપડે કામગીરી બતાવી રહ્યું છે; મોટી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં તંત્રની ઢીલી નીતિ સામે લોકોમાં ભભૂકતો ભારે રોષ

Advertisement

શહેરમાં આવેલા ટાઉન હોલ પાસેની એક કપડાની દુકાનના માલિકે જાણીતી રાજલક્ષ્મી બેકરીમાંથી પફ મંગાવ્યા હતા. જ્યારે દુકાનદાર રાઠોડ ભગીરથસિંહે આ પફ ખાવાનું શરૂૂ કર્યું ત્યારે તેમને ચોંકાવનારી ઘટના બની. પફમાં એક મરેલો વંદો મળ્યો હતો. આ ઘટના બાદ દુકાનદારે તરત જ ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂૂ કરી છે.

આ મામલે બેકરી સંચાલક સામે કાર્યવાહી કરવાની શક્યતા છે. આ ઘટનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં બેકરીઓ પ્રત્યે અવિશ્વાસ વધ્યો છે. ફૂડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂૂરી બની ગયું છે.
જામનગર શહેરની સાડાસાત લાખની વસતિના સ્વાસ્થ્યની રક્ષા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખાને કાર્યક્ષમ બનાવવી જોઈએ, પરંતુ લાંબા સમયથી આ દિશામાં ધ્યાન અપાયું નથી. શહેરના દરેક વોર્ડમાં ખાણીપીણીની ચીજોની કવોલિટી તપાસવા, વોર્ડદીઠ બે-બે ફૂડ ઈન્સ્પેક્ટર હોવા જોઈએ તેને બદલે શહેરની સાડાસાત લાખની વસતિ વચ્ચે માત્ર બે જ ફૂડ ઈન્સ્પેક્ટર છે. આટલો ઓછો સ્ટાફ ક્યાં અને કેવી રીતે પહોંચી શકે ?

મહાનગરપાલિકાની ફૂડ શાખા પાસે ખોરાકમાં ઉપયોગમાં લેવાતાં પાણીની એસિડિક વેલ્યૂ, ટીડીએસ કે ઓક્સિજનનું પ્રમાણ વગેરે ચકાસવાના સાધનો નથી, આવડાં મોટા શહેરમાં ફૂડ શાખા પાસે ખાણીપીણીની ચીજોની કવોલિટી તથા નમૂનાઓ ચકાસવા માટેની લેબોરેટરી નથી. શહેરના દરેક વોર્ડમાં બે ફૂડ ઈન્સ્પેક્ટર સતત, સપ્તાહના સાતેય દિવસ ખાણીપીણીની ચીજોનું એકધારૂૂં ચેકિંગ કરે, નમૂનાઓ મેળવે, ફટાફટ રિપોર્ટની વ્યવસ્થાઓ કરે તો આ શાખા થોડી વધુ કાર્યક્ષમ બની શકે. ઓછા સ્ટાફને કારણે શહેરમાં પથરાયેલા ખાણીપીણીના હજારો ધંધાર્થીઓને ચકાસવાની ફૂડ શાખાની કામગીરીમાં એક ધંધાર્થીનો વારો એક વરસેય ન આવે, જેને કારણે ખાણીપીણીની ચીજોની કવોલિટીની બાબતે શહેરમાં કાયમી ધોરણે લાલિયાવાડીઓ ચાલી રહી છે અને લાખો નગરજનોનું આ દ્રષ્ટિએ સ્વાસ્થ્ય રામભરોસે છે.

છેલ્લા કેટલાંક સમયથી કોલેરા અને ઝાડા ઉલટીના રોગચાળાની વાત આગળ ધરીને મહાનગરપાલિકાએ પાણીપુરી, બરફ, શરબત, ગોલા અને શેરડીના રસના નાના ધંધાર્થીઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જેની વિરુદ્ધ રજૂઆત થઈ હતી. રજૂઆત ત્યાં સુધી થયેલી કે, જો પ્રતિબંધ મૂકવો હોય તો, હોટેલ અને રેસ્ટોરન્ટ સહિતના તમામ સંબંધિત ધંધાર્થીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા નાના ધંધાર્થીઓ પરનો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. આ રજૂઆતના પગલે, બધાં જ ધંધાર્થીઓ પર વોચ આકરી બનાવવાને બદલે મહાનગરપાલિકાએ પ્રતિબંધ હટાવી લેવાનો વિકલ્પ પસંદ કર્યો. જેના સમર્થનમાં મહાનગરપાલિકાની દલીલો એ છે કે, હવે ઝાડા ઉલટી કે કોલેરાના કેસ આવતાં નથી, આ ઉપરાંત ધંધાર્થીઓએ ઉત્પાદન અને વેચાણના સ્થળે હાઈજિનિક કંડીશન

Tags :
dirtyfoodfooddepartmentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement