રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોયફ્રેન્ડે લઈ આપેલો મોબાઈલ માતા-પિતાએ લઈ લેતા પુત્રીનો ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

05:59 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક બામણબોર જીઆઇડીસીમાં 16 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.સગીરાને તેના પુરુષ મિત્રએ ફોન લઈ આપ્યો હોય જે ફોન માતા-પિતા જોઈ જતા તેની પાસેથી લઈ લીધો હતો.આ બાબતે માઠું લાગતા સગીરાએ પગલું ભરી લીધું હતું.આ બનાવના પગલે સગીરાના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ બની ગયા હતાં.

Advertisement

બનાવની વિગતો મુજબ,બામણબોર જીઆઇડીસી પાસે ગ્રીનપ્લાય કારખાના પાસે ઓરડીમાં રહેતા પરિવારની દીકરી પ્રાચી રમેશભાઈ તૈલી(ઉ.16)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જેની જાણ પરિવારને થતા 108 ની જાણ કરવામાં આવી હતી. 108 ના ઇએમટીએ જોઈ તપાસી સગીરાને મૃત જાહેર કરી હતી.આ બનાવને પગલે એરપોર્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ ઝાલાએ પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરી લેનાર પ્રાચી બે ભાઈ એક બહેનના પરિવારમાં મોટી હતી.મૂળ રાજસ્થાનનો આ પરિવાર કારખાનામાં રહી મજૂરી કામ કરે છે. પોલીસની તપાસમાં સગીરાને તેના પુરુષ મિત્રએ મોબાઈલ લઈ આપ્યો હોય જે મોબાઈલ પરિવારજનો જોઈ જતા સગીરા પાસેથી આ મોબાઈલ તેમણે લઈ લીધો હતો.આ બાબતનું માઠુ લાગી જતા તેણીએ આ પગલું ભરી લીધું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement