રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલાના પીપરાળીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝાડમાં લટકી આપઘાતનો પ્રયાસ

01:29 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

ચોટીલાના પીપરાળી ગામે રહેતી યુવતીને તેની બહેન સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. જેથી પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગી આવતાં પુત્રીએ ઝાડમાં લટકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગળેફાંસો ખાઈ લેનાર યુવતીને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતી નૈનાબેન માધાભાઈ સેજાણી નામની 18 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં લીમડાના ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવતીને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઝાડમાં લટકી આપઘાતનો પ્રયાસ કરનાર નૈનાબેન સેજાણીને નજીવા પ્રશ્ર્ને તેની બહેન સાથે ઝઘડો થયો હતો. જેથી પિતાએ ઠપકો આપતાં નૈનાબેન સેજાણીને પિતાના ઠપકાથી માઠુ લાગી આવતાં ઝાડમાં લટકી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Chotilachotila newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement