જોડિયાના બાલંભા ગામે શ્રમિક પરિવારની પુત્રીનો આપઘાત
01:06 PM Sep 27, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભામાં ખેતમજૂરી કરતા મૂળ દાહોદના શ્રમિક પરિવારની સોળ વર્ષની પુત્રીએ પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.લીધી છે. આ યુવતીનું માનસિક સંતુલન યોગ્ય ન હોવાનું અને તેના કારણે પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
Advertisement
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા અમૃતલાલ ચૌહાણ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લા ના નરેશભાઈ કીડીયાભાઈ મીનામા નામના ખેત શ્રમિકની પુત્રી મેઘનાબેન (ઉ.વ.16)નું માનસિક સંતુલન યોગ્ય ન હતું. આ તરૂૂણી એ ગઈકાલે સવારે તે ખેતરમાં બનાવેલા મકાનના લોખંડના એંગલમાં પોતાનો દુપટ્ટો બાંધી ગળાટૂંપો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં પિતા નરેશભાઈ એ જોડિયા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement