પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ એસિડ પીધું
શહેરમા જામનગર રોડ પર રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રીએ એસીડ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર રહેતી રીમાબેન રાજેશભાઇ સનુરા નામની 19 વર્ષની યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો.
પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રીએ એસીડ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. પ્રાથમીક તપાસમા રીમાબેન સનુરા 1 ભાઇ બે બહેનમા મોટી છે. અને ધો. 1ર પાસ કર્યુ છે. બીજા બનાવમા સાવરકુંડલામા રહેતો અશોક દિલુભાઇ કણસાગરા નામનો 30 વર્ષનો યુવાન કુબલીયાપરામા માતાજીની માનતા કરવા આવ્યો હતો. ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.