For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દીકરી મરજી મુજબ લગ્ન કરી શકે છે, કાકાને દંડ ફટકારતી હાઇકોર્ટ

01:43 PM Dec 08, 2023 IST | Sejal barot
દીકરી મરજી મુજબ લગ્ન કરી શકે છે  કાકાને દંડ ફટકારતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં લગ્ન મુદ્દેના કેસમાં હેબિયસ કોર્પસ પર સુનાવણી હાથ ધરાઈ હતી. ભત્રીજીએ મરજી વિરૂૂદ્ધ લગ્ન કરતા કાકાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી. જે મામલે કોર્ટ મહત્વનુ અવલોકોન કર્યું હતું. અરજી કરતા કાકાને જ હાઈકોર્ટે 35 હજારનો રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે આ મહત્વના ચુકાદામાં ખાસ અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે તેમજ દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય. ભત્રીજીને ધમકાવતા બદલ ગુજરાત હાઇકોર્ટનો દંડનો ચુકાદો આપ્યો હતો. કાકાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા હાઇકોર્ટ આ ખાસ ચુકાદો આપ્યો હતો. અત્રે જણાવીએ કે, પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ લગ્ન કરતાં ગુજરાત હાઇકોર્ટમા હેબિયસ કોર્પસ થઈ હતી. દીકરીના લગ્નને લઈને માતા-પિતાની સહમતી હતી, જો કે, કાકા ધમકી આપતા હોવાની યુવતીની રજૂઆત કોર્ટમાં હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement