For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારીખ પે તારીખ ! સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યા

06:33 PM May 02, 2025 IST | Bhumika
તારીખ પે તારીખ   સરકારની સ્કિમથી શિક્ષકો કંટાળ્યા

ક્રમિક ભરતી નહીં થાય તો ગાંધીનગરમાં ફરી આંદોલન શરૂ કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ચિમકી

Advertisement

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકી પડી છે ત્યારે કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ટેટ ટાટ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકાર પણ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો સાથે રાજનીતિ રમી રહી છે.જ્યારે ઉમેદવારો ગાંધી નગર જઈને આંદોલન કરે એટલે ભરતી પ્રક્રિયા એક સ્ટેપ આગળ વધે અને પછી પાછી ભરતી પ્રક્રિયા અટકી જાય છે ત્યારે સરકારના વાયદાઓથી હવે ટેટ ટાટ ઉમેદવારોની પણ ધીરજ ખુટી છે.

આ ભરતી માટેની જે પ્રેસનોટ હતી તેમાં તમામ ભરતી પ્રકિયા એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવાનું જણાવવામાં આવ્યું હતુ ત્યારે આજે 30 એપ્રિલ થઈ હોવા છતા 9થી 12 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરવામાં આવી ત્યારે 1થી8 નો ભરતી કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યો છે. ત્યારે ટેટ ટાટ ઉમેદવારોએ શિક્ષકોની ક્રમિક ભરતી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.

Advertisement

ટેટ ટાટ ઉમેદવારોના જણાવ્યા મુજબ પ્રેસનોટ મુજબ શિક્ષણ સહાયક (9થી 12)ની તમામ ભરતી પ્રકિયા એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જણાવવામા આવ્યું હતું. આજે 30 એપ્રિલ થઈ પણ હજુ 9થી12 ની ભરતી પૂર્ણ થઈ નથી.ત્યાં 1થી8 (2024) ની ભરતી માટેનો કાર્યક્રમ (તારીખ સાથે) બે દિવસ પહેલા આપી દીધેલ છે. ત્યારે ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ મંત્રી દર વખતે એવું કહેતા કે ક્રમિક ભરતી જ કરીશું તો.અહીંયા 9થી12 અધૂરી ભરતી પ્રોસેસ પહેલા જ 1થી8 ની ભરતીમાં જિલ્લા પસંદગી માટેનું સેડિયુલ આપી દીધું છે. જેથી જો ક્રમિક ભરતી નહીં થાય તો કોમન ઉમેદવારો 2800 થી 3000 જેટલા હોવાથી અંદાજિત 3000 સીટોનું નુકસાન થશે.મતલબ કે 24,700 ની સામે માત્ર 21,000 ની ભરતી થશે.

ટેટ ટાટ ઉમેદવારોની માંગ છે કે, 9 થી 12 ની શાળા ફાળવણી બાદ જ એક થી આઠની જિલ્લા ફાળવણી કરવામાં આવે તો જ ક્રમિકનો ફાયદો થશે.આ સાથે ટેટ ટાટ ઉમેદવારોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે, જો વિભાગ ક્રમિક ભરતી નહીં કરે તો ગાંધીનગર ખાતે ફરીથી કાયમી શિક્ષકોની ભરતી બાબતે આંદોલન થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement