સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ : 24 કલાકમાં અપમૃત્યુના 23 બનાવ
- હત્યા, આપઘાત, હાર્ટએટેક, અકસ્માત અને બેભાન હાલતમાં યુવાન, મહિલા, વૃદ્ધ સહિતનાએ દમ તોડયો : પીએમ રૂમ સતત ધમધમતો રહ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના 23 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં હત્યા, આપઘાત, હાર્ટએટેક, અકસ્માત અને બેભાન થઈ જવાથી મહિલા, યુવાન અને વૃધ્ધ સહિતનાઓએ દમ તોડી દીધો હતો. છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત નિપજતાં પીએમ રૂમ સતત ધમધમતો રહ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના 23 બનાવો નોંધાયા છે. જેમાં રમેશભાઈ ઉધરેજીયા (ઉ.38), પ્રમોદભાઈ રામજીવનભાઈ વર્મા (ઉ.40) કનુબેન શાંતિલાલ સોની (ઉ.48), કૌશિકભાઈ રમેશભાઈ (ઉ.30), ઈલાબેન સંજયભાઈ ગૌસાઈ (ઉ.35), સંજય ભાઈ મહેતા (ઉ.33) અજાણ્યો પુરૂષ (ઉ.વ.40), નિતીનભાઈ સંજયભાઈ સવાણી (ઉ.45), જગદીશ મનસુખભાઈ મકવાણા (ઉ.20), યોગીતાબેન જોષી (ઉ.44), અમીત કાંતિભાઈ પરમાર (ઉ.22), વિનુભાઈ નાનસીંગભાઈ ડાભી (ઉ.60), રતનસિંગ ગીગાભાઈ (ઉ.82), શૈલેષભાઈ બાવજીભાઈ ઢોલરીયા (ઉ.42), સાલેમાનભાઈ જમાલભાઈ સમા (ઉ.82), રઝીયાબેન દોઢીયા (ઉ.47), સુષ્માબેન મોહનભાઈ પટેલ, ગાયત્રીબા મહિપતસિંહ વાઘેલા (ઉ.55) ના મૃત્યુ નિપજ્યા હતાં.
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શીતળાધાર 25 વારીયામાં રહેતા રજીયાબેન ઈબ્રાહીમભાઈ દોઢીયા (ઉ.44)એ બિમારીથી કંટાળી ઝેરી દલા પી જીવન ટૂંકાવી લીધું હતું. ગોકુળધામ આવાસ કવાર્ટરમાં રહેતા રવિસ રાજેન્દ્રભાઈ બાટી (ઉ.24) વહેલી સવારે સાડા પાંચેક વ્ગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. કોઠારીયા સોલલન્ટમાં આવેલા નારાયણનગરમાં રહેતા સુમાબેન મોહનભાઈ પટેલ (ઉ.56)નું બિમારી સબબ સારવારમાં મોત નિપજ્યું હતું.
કોઠારીયા સોલવન્ટમાં આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતા ગાયત્રીબા મહાવીરસિંહ વાઘેલા (ઉ.55) વીસ દિવસ પૂર્વે પોતાના ઘરે રસોઈ બનાવતાં હતા ત્યારે ગેસની નળીમાં બ્લાસ્ટ થયો હતો. ગાયત્રીબા વાઘેલા ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડાયા હતાં. જ્યા વૃધ્ધાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત
ઢેબર રોડ ઉપર ગણેશ રેસ્ટોરન્ટમાં કામ કરતા અને રહેતા નાનાભાઇ સવાભાઇ ગામેતી નામનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં બાથરૂમ જવા ગયો હતો. ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં યુવાનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાનને સંતાનમાં એક પૂત્ર અને એક પૂત્રી છે. મૃતક યુવાન મૂળ રાજસ્થાનનો વતની હતો. અને ગણેશ રેસ્ટોરન્ટમાં રહી કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે.
બીમારીના વધુ પડતા ટીકડાં પી વૃદ્ધનો આપઘાત
કોઠારીયા રોડ પર આવેલી મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા સુલેમાનભાઇ જમાલભાઇ સમા (ઉ.વ.82) નામના વૃદ્ધે ગત તા.18ના રોજ પોતાના ઘરે બિમારીની વધુ પડતી ટીકડી ખાઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા તેમનુ મોત નીપજયુ હતું. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પૈસાની ઉઘરાણી કરી હેરાન કરતા મિત્રના ત્રાસથી સેલ્સમેને આપઘાત કર્યો’તો
શહેરના ભક્તિનગર સર્કલ પાસે સેલ્સમેને ઝેરી દવા પી આપઘાત કરી લીધાના બનાવમાં તેનો મિત્ર પૈસાની ઉઘરાણી કરી હેરાન કરતો હોવાથી આપઘાત કરી લીધાનું ખૂલતા પોલીે મૃતકના મિત્ર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે બેકબોન રેસીડેન્સીમાં રહેતા મીહીરભાઇ કિશોરભાઇ શુક્લ (ઉ.વ.45) નામના આધેડે ગત તા.30/1ના રોજ ભક્તિનગર સર્કલ પાસે ગોકળા નજીક ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના મોબાઇલમાં મેસેજ કરેલો હોય જેમાં તેણે ‘હું નિલેશભાઇના માનસિક અને શારીરિક ત્રાસના કારણે અને રૂપિયા માગે છે તેના કારણે મરી જાઉ છુ’ તેવુ લાખતા મળી આવ્યું હતું. જેથી મૃતક મીહીરભાઇને તેનો મિત્ર નિલે પીઠડીયા અવાર-નવાર ફોન કરી પૈસાની માંગણી કરી ત્રાસ આપતો હોય. જેનાંથી કંટાળી તેણે આ પગલું ભરી લીધું હોય. જેથી મૃતકના નાનાભાઇ મલ્હારભાઇ કિશોરભાઇ શુકલએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી નિલેશ પીઠડીયા વિરૂદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.