રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં કાળચક્ર ફરી વળ્યું : 24 કલાકમાં 9 મોત

03:51 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સાધુ વાસવાણી રોડ પર રહેતા વૃદ્ધ, શિવમ પાર્કના પ્રૌઢ, રૈયાધારના મહિલાનો હાર્ટએટેકે ભોગ લીધો

આણંદપર (બાધી) અને હરિપર (પાળ)ના આધેડના કેન્સરની બીમારીથી મોત

વાછકપર ગામે શ્રમિક પરિવારના 3 વર્ષના બાળકને તાવ ભરખી ગયો, વડવાજડીમાં 3 મહિનાની બાળકીનું શ્ર્વાસની બીમારીથી મોત

શહેરમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 9 લોકોના મોત નિપજ્યા હતાં. જેમાં આણંદપર બાઘી ગામના અને હરીપરના આધેડનું કેન્સરની બિમારીથી જ્યારે સાધુવાસવાણી રોડ પર રહેતા વૃધ્ધા, શિવ પાર્કના પ્રૌઢ અને રૈયાધારના આધેડનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. જ્યારે વાછકપર ગામે શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકને તાવ ભરખી ગયો હતો. આ ઉપરાંત વડવાજડી ગામે ત્રણ મહિનાની બાળકીનું શ્ર્વાસની બિમારીથી મોત નિપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, સાધુવાસવાણી રોડ પર આવેલા યોગેશ પાર્ક શેરી નં.2માં રહેતા ભીમજીભાઈ વિરજીભાઈ ટોળીયા (ઉ.73) નામના વૃધ્ધા યુનિવર્સિટી રોડ પર નંદભુમિ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતાં હતાં.

દરમિયાન અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. તબીબો દ્વારા એટેક આવી જવાથી તેમનું મોત થયાનું જણાવ્યું હતું. જ્યારે મોરબી રોડ પર શિવમ પાર્ક શેરી નં.1માં રહેતા જયંતિભાઈ રણછોડભાઈ બોહકીયા (ઉ.62) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએટેક આવતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત રૈયાધાર વિસ્તારમાં ઈન્દીરાનગરમાં રહેતા ગૌરીબેન મોહનભાઈ પરમાર (ઉ.45) નામના મહિલાનું બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મોત નિપજ્યું હતું. જેમને પણ હાર્ટએટેક આવતાં મોત નિપજ્યાનું જાહેર કરાયું છે.

રાજકોટ તાલુકાના આણંદપર બાઘી ગામે રહેતા અને મોરબી રોડ પર આવેલી શિવશક્તિ હોટલના માલિક નવદીપસિંહ નારણભા ડોડીયા (ઉ.48) આજે સવારે તેમના ઘરે હતા.

ત્યારે કેન્સરની બિમારી સબબ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ ગયાનું જાહેર કરતાં પરિવાર જનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે લોધિકા તાલુકાના હરિપરપાળ ગામે રહેતા પ્રવિણભાઈ મૈસુરભાઈ બોરીચા (ઉ.45) નામના આધેડનું કેન્સરની બિમારીથી મોત નિપજ્યું હતું.

મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાછકપર બેડી ગામે રાજેશભાઈની વાડીમાં ખેત મજુરી કરતાં શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળક સચિન નાનસીભાઈ રાઠવાને ત્રણેક દિવસથી તાવ આવતો હોય જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મુૃતક બાળક બે ભાઈ એક બહેનમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાજકોટ તાલુકાના વડવાજડી ગામે રહેતા કુલદીપસિંહ ઝાલાની ત્રણ મહિનાની પુત્રી માનશ્રીતીબા નું શ્ર્વાસની બિમારી સબબ બેભાન થઈ જતાં મોત નિપજ્યું હતું.
આ ઉપરાંત કોઠારીયા સોલવન્ટમાં આવેલા રસુલપરા વિસ્તારમાં બજરંગ સોસાયટીમાં રહેતા દેવ નારાયણ શિવ દયાળભાઈ રામ (ઉ.50) નામના આધેડનું ડાયાબીટીસ અને પેરાલીસીસની બિમારી સબબ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ભગવતીપરામાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ચંદુભાઈ વિરાભાઈ મિયાત્રા (ઉ.62) નામના પ્રૌઢનું કીડનીની બિમારીથી મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Tags :
deathgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement