For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-જામનગર હાઈવે ઉપર બાઈકસવારોના જોખમી સ્ટંટ

04:38 PM May 20, 2025 IST | Bhumika
રાજકોટ જામનગર હાઈવે ઉપર બાઈકસવારોના જોખમી સ્ટંટ

Advertisement

લૈયારા ગામે ઉર્ષમાંથી પરત ફરતા નવાગામ ઘેડના 20 જેટલા યુવાનોએ મધરાત્રે સ્ટંટ કર્યા, એક યુવાન ટ્રક સાથે અથડાઈ જતાં ગંભીર ઈજા

રાજકોટ-જામનગર ઉપર વધુ એક વખત કેટલાક બાઈક સવાર યુવાનોનો સામુહિક સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનામાં સ્ટંટ કરતો એક બાઈક સવાર યુવાન ટ્રકની પાછળ અથડાઈ જતાં ગંભીર ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

Advertisement

મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે 20 જેટલા યુવાનો લૈયારા ગામ પાસે યોજાયેલ ઉર્ષના કાર્યક્રમમાં હાજરી આપી પરત જામનગરના નવાગામ ઘેડ જઈ રહ્યા હતાં ત્યારે સ્ટન્ટબાજી ઉપર ઉતરી આવ્યા હતાં અને રાજકોટ-જામનગર હાઈવે ઉપર ખીજડીયા ગામ પાસે એક યુવકને અકસ્માત નડયો હતો.

રાજકોટ-જામનગર હાઈવે ઉપર અવારનવાર યુવાનો બાઈક ઉપર સ્ટન્ટ કરતાતં ઝડપાયા છે. આમ છતાં સુધરવાનું નામ લેતા નથી તેના કારણે કયારેક આવા ગંભીર અકસ્માતો સર્જાય છે. આ બાઈક સ્ટંટનો વીડિયો પણ વાઈરલ થયો છે અને આ વીડિયો યુવાનો પૈકીના જ કોઈએ ઉતાર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ આવા યુવાનોને પકડી શાન ઠેકાણે લાવે તે જરૂરી છે.

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે જામનગર તરફ આવી રહેલું એક બાઈક એક ટ્રક સાથે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઇકના ચાલક અંકિત દિલીપભાઈ મકવાણા નામના 18 વર્ષના યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને તેને લોહી લુહાણ હાલતમાં 109 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને હાલ તેની આઇ.સી.યૂ. વીભાગમાં સધન સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત યુવાન અંકિત મકવાણા કે જે જામનગરમાં નવાગામ ઘેડ- હનુમાન ચોક વિસ્તારમાં રહે છે, તેની સાથેના અન્ય 20 જેટલા યુવાનો કે જેઓ શનિવારે રાત્રે લૈંયારા નજીક એક ઉર્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, અને ત્યાંથી તમામ યુવાનો પોત પોતાના બાઈક ની રેસ કરીને જામનગર પરત ફરી રહ્યા હતા, જેમાં એક યુવાન પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો પણ ઉતારી રહ્યો હતો.

જે દરમિયાન અંકિત મકવાણા એક ટ્રક સાથે અથડાઈ પડ્યો હતો, જેનો પણ વિડિયો બનાવ્યો હતો, અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સમગ્ર અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement