ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતમાં ‘સરિયા’ લાગુ કરવાના ખતરનાક મનસુબાનો પર્દાફાશ

03:50 PM Jul 30, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાંથી ઝડપાયેલા અલકાયદાના ચાર આતંકીઓની બી.કોમ. સુધી ભણેલી હેન્ડલર બેંગ્લોરથી ઝડપાઇ

Advertisement

સરકાર ઉથલાવવા માટે જેહાદીઓને ઉશ્કેરવાના અનેક વીડિયો મળ્યા

ગુજરાત એટીએસની ટીમે ગત 23 જુલાઈ 2025ના રોજ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. જેની તપાસમાં ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની એટીએસની ટીમે ધરપકડ કરી છે. અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન ચલાવનાર શમા પરવીનના પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. જેના આધારે એટીએસની ટીમે વધુ તપાસ શરુ કરી છે. શમા પરવીન ભારતમાં જેહાદ અને શરિયતને લઈને અન્ય લોકોને આકર્ષવા માટે પ્રયાસ કરતી હતી.તેમજ તેની પાસેથી મુસ્લિમોને હથિયારબંદ સંઘર્ષ દ્વારા ભારત સરકારને બળજબરીથી પલટાવવા માટે ઉશ્કેરવાના અનેક વિડીયો મળ્યા હતા.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી),મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ),સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા),ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)ની ધરપકડ બાદ ગુજરાત એટીએસને બીજી મહત્વની સફળતા મળી છે. એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે, આ એકાઉન્ટ અને પેજ આર.ટી.નગર, બેંગ્લોર, કર્ણાટક રહેતી શમા પરવીન શમસુલ અંસારી નામની મહિલા દ્વારા ચલાવવામાં આવે છે. જે માહિતી આધારે ગુજરાત એટીએસની ટીમે તેની ધરપકડ કરી હતી. શમા મૂળ ઝારખંડની રહેવાસી છે અને તે બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી.

આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા ચાર આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ પણ મળી છે. એટીએસની તપાસમાં શમા પરવીનના ઘણા બધા પાકિસ્તાનના સંપર્ક નંબરો મળ્યા છે. અન્ય દેશો સાથે પણ વાતચીત થઈ છે. મહિલા અન્ય કેટલા લોકોના સંપર્કમાં હોવાની શંકા છે. અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતી શમા પરવીન પોતાના સંગઠનમાં જેહાદીઓને જોડીને મોટા ષડયંત્રનો પ્લાન ઘડવા માટે તૈયારી કરતી હતી.

શમા પરવીન દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્સટાગ્રામ એકાઉન્ટ સ્ટ્રેન્જર નેશન-2 અને ફેસબુક પેજ સ્ટ્રેન્જર ઓફ નેશન-2 મારફતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાના લીડર મૌલના આસિમ ઉમર દ્વારા આપેલા જહાદી ભાષણો પ્રસારિત કર્યા છે, જેમાં ભારતીય સરકાર સામે હથિયાર બંદ વિપ્લવ, ગઝવા-એ-હિંદ, ધર્મ આધારે હિંસા અને આતંકવાદી હુમલાઓ માટે આહવાન કરવામાં આવેલ છે. ઉપરાંત ઉપરોક્ત સોશીયલ મીડીયા એકાઉન્ટ્સથી અલ-કાયદાના ઇમામ અન્વર અલ-આવલાકી ના જેહાદી પ્રવચન પ્રસારિત કર્યા છે, જેમાં ભારતીય મુસ્લિમ યુવાનોને ધર્મ આધારે હુમલા કરવા માટે ઉશ્કેરવામાં આવેલ છે. તેમજ લાહોરના લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના બયાનનો પણ એક વિડિઓ પોસ્ટ કર્યો છે, જેમાં તે મુસ્લિમોને હથિયારબંદ સંઘર્ષ દ્વારા ભારત સરકારને બળજબરીથી પલટાવવા માટે ઉશ્કેરે છે અને તેઓ જાતિ આધારે દેશમાં વૈમનસ્ય ફેલાવવા ઉશ્કેરણી કરે છે.

કામગીરી કરનાર ગુજરાત એટીએસની ટીમ
આ મામલે ગુજરાતના એ.ટી.એસના વડા સુનીલ જોશી, પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થનાઓના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમે તપાસ કરી આંતકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો જેમાં એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિરજીતસિંહ પરમાર સાથે પી.આઈ એ.એસ.ચાવડા,પી.આઈ મનન ઓઝા, મૃણાલ શાહ, પીએસઆઈ આર.સી. વઢવાણા, એમ.એન. પટેલ,પી.આર. વસાવા, બી.જે.પટેલ ની એક ટીમે કામગીરી કરી હતી.

આ અંગે એટીએસના ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું કે,અગાઉ પકડાયેલ ચાર આતંકીની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મહિલા આતંકી નામ સામે આવ્યું હતું. મહિલા પાકિસ્તાન કનેક્શન સાથે જોડાયેલી હોવાનું પણ જાણવા મળતા તપાસ શરૂૂ કરી હતી. દિલ્હીના મોહંમ્મદ ફૈકના સંપર્કમાં હતી. જેથી સ્ટ્રેન્જર નેશન-2 નામના એકાઉન્ટની તપાસ કરતા અન્ય ફેસબુક પેજ પણ મળ્યા હતા. આ નામનું ઇન્સ્ટા એકાઉન્ટ ખૂબ પ્રખ્યાત હતું. આ એકાઉન્ટ કોનું છે તે અંગે તપાસ કરી તો શમા પરવીનનું નામ સામે આવ્યું હતું.શમા પરવીન પાસેથી મોબાઈલ અને લેપટોપ મળ્યા છે. સોશિયલ મીડિયાના તેના 3 એકાઉન્ટ મળ્યા છે. દરેક એકાઉન્ટ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. ત્રણેય એકાઉન્ટની લિંક શમા પરવીન સુધી પહોંચી હતી. સોશિયલ મીડિયામાં જેહાદી પ્રવચનો મૂકવામાં આવ્યા હતા.

Tags :
Dangerous plangujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement