ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરનાં કાનસુમરા પાટિયા નજીક હાઇવે પર ઓટો રીક્ષામાં જોખમી ઓવરલોડ મુસાફરી

12:24 PM May 31, 2025 IST | Bhumika
Advertisement

જામનગર ના રાજકોટ હાઈવે રોડ અને ખંભાળિયા હાઇવે રોડ પર સ્ટંટબાજ બાઈક સવારના અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ ગઈકાલે એક રિક્ષાચાલકનો ઓવરલોડ મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, અને આ જોખમી મુસાફરી નો વિડીઓ ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો છે. જામનગરના પોલીસ તંત્રએ આ બાબતે રીક્ષા ચાલકને શોધીને કડક કાર્યવાહી કરવી જોઈએ. જામનગર ના બાયપાસ રોડ ઉપર કનસુમરા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે 6.00 વાગ્યે એક પેસેન્જર ભરેલી ઓટો રીક્ષા કે જેમાં આગળ અને પાછળ ની સીટમાં ખીચો ખીચ મુસાફરો ભરેલા હતા, ત્યારબાદ રીક્ષા ચાલકની મુસાફરોના ભાડા ની ભૂખ સંતોષાય ન હોય તે રીતે રીક્ષાની ખુલ્લી છત પર પાટીયું લગાવીને તેમાં પણ બે મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા હતા.

Advertisement

આ ઓવરલોડ રીક્ષા ગઈકાલે ગુરુવારે સાંજે 6.00 વાગ્યા આસપાસના સમયે કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ હતી. ઉપરોક્ત હાઇવે રોડ પર અનેક ભારે વાહનોની અવર જવર હોય છે, ત્યારે આવા જોખમી મુસાફરીના રીક્ષા ચાલક ના આંટા ફેરા ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે.

બેફામ ગતી એ દોડતા રીક્ષા ચાલકો આ રીતે ઓવરલોડ મુસાફરોને લઈને જોખમી સવારી કરતા હોય છે, તેવા રીક્ષા ચાલકોને પોલીસ તંત્ર એ તાત્કાલિક અસરથી શોધી કાઢી તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsviral video
Advertisement
Next Article
Advertisement