ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ખતરનાક H5NI વાઈરસ, અનેક પ્રાણીઓ ઝપટમાં

12:55 PM Jan 09, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

એક બાજુ સમગ્ર દુનિયામાં એચએમપીવી વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના કારણે હિંસક પ્રાણીઓના મોત નોંધાઈ રહ્યા છે. નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં એવ્યન ફ્લૂ ઇં5ગ1ના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થયું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત નેચરપાર્ક તંત્ર પણ સતર્ક બન્યું છે. હિંસક પ્રાણીઓ જ્યાં પાંજરામાં રહે છે, તે સ્થળે ડીસઇન્ફેક્શનની કામગીરી હવે દર 15 દિવસની જગ્યાએ 7 દિવસમાં કરવામાં આવશે. સુરતના સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં પણ વાઘ, સિંહ અને દીપડાના પાંજરાઓ સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

નાગપુરના પ્રાણીસંગ્રહાલયમાં એવ્યન ફ્લૂ H5N1 ના પ્રકોપે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત નીપજ્યું છે. સેન્ટ્રલ ઝૂલોજિકલ ઓથોરિટીએ આ ઘટનાને ગંભીરતાથી લેતા એડવાઈઝરી જાહેર કરી છે. તે મુજબ, જો હિંસક પ્રાણીઓમાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ઝુના અધિકારી હીનાબેને જણાવ્યું કે નાગપુરની ઘટના ધ્યાનમાં રાખીને સુરત નેચરપાર્કમાં હિંસક પ્રાણીઓ માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ડીસઇન્ફેક્શનની સમયાવધિ ઘટાડીને દર અઠવાડિયે કરવામાં આવી છે. જો પ્રાણીઓના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નજરે પડશે, તો તાત્કાલિક સારવાર માટે તેમના નમૂનાઓ વિશેષ પ્રાણીસ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે.

Tags :
Dangerous H5NI virusgujaratgujarat newssuratsurat newsSurat zoo
Advertisement
Next Article
Advertisement