દમદાર 'દાદા': લોકપ્રિય CMની યાદીમાં ભૂપેન્દ્રભાઇ ચોથા સ્થાને
ઓડિશાના નવીન પટનાયક પ્રથમ, યુપીના યોગી બીજા અને આસામના હિમંતા બિસ્વા ત્રીજા સ્થાને
લોકપ્રિયતા અને કામગીરીના મૂલ્યાંકન સાથે તાજેતરમાં દેશભરના મુખ્યમંત્રીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 42.6 ટકા રેંટિગ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દેશભરમાં ચોથા સ્થાને આવ્યા છે.આ સર્વેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેશના બીજા સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે. નેતાઓની સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વે અનુસાર, ત્રિપુરાના મુખ્યમંત્રી ડો. મનિક સાહા મુખ્યમંત્રીઓમાં લોકપ્રિયતા રેટિંગના સંદર્ભમાં પાંચમા સ્થાને છે. મહત્વનુ છે કે આ લિસ્ટમાં ગુજરાતના સીએમ આગળ છે.
સર્વેનો હેતુ દેશના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો, જેમાં કેટલાક રસપ્રદ પરિણામો સામે આવ્યા હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોથા સ્થાને છે, જેમને 42.6 ટકા રેટિંગ મળ્યું છે.
નવીન પટનાયક પ્રથમ સ્થાને છે, સર્વે અનુસાર, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક 52.7 ટકાના નોંધપાત્ર લોકપ્રિયતા રેટિંગ સાથે યાદીમાં ટોચ પર છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 51.3 ટકા લોકપ્રિયતા રેટિંગ સાથે બીજા સ્થાને છે.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ત્રીજા સ્થાને છે, જેમણે 48.6 ટકા રેટિંગ મેળવ્યું છે. જ્યારે ચોથા સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, જેમને 42.6 ટકા રેટિંગ મળ્યું છે.
ભાજપના મુખ્યમંત્રીઓની કામગીરીની સમીક્ષા કરતા મોદી-શાહ-નડ્ડા
લોકસભાની ચુંટણીને લઈ તૈયારીઓ તમામ પક્ષોમાં જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ભાજપે પણ અબ કિ બાર 400 પારના નારા સાથે શરૂૂઆત કરી છે. ઠેર ઠેર પ્રચાર તો શરૂૂ રકી જ દીધો છે. પરંતુ આ વચ્ચે દિલ્હી ખાતે ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યોમાં સરકાર ની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. દિલ્હી ખાતે પીએમની હાજરીમાં ભાજપમાં મુખ્ય મંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં અત્યાર સુધી રાજ્યોમાં થયેલા કામો અંગેનો હિસાબ માગવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ બેઠકમાં હાજર રહી થયેલા કામોને લઈ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી.ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી આ કોન્ક્લેવમાં પહોંચ્યા હતા. જેમાં રાજ્યોમાં સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકઆ કામગીરીની ચકાસણી સાથે સરકારના પર્ફોમન્સ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના ઈખ ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જય તેમણે ગુજરાત સરકારનો પર્ફોમન્સ રિપોર્ટ રજૂ કર્યો હતો.