For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વરાકમાં સોડા એશના પ્લાન્ટના કારણે ખેતીની જમીનમાં નુકસાન: GPCBનો ઉધડો લેતી હાઇકોર્ટ

12:29 PM Aug 09, 2024 IST | Bhumika
દ્વરાકમાં સોડા એશના પ્લાન્ટના કારણે ખેતીની જમીનમાં નુકસાન  gpcbનો ઉધડો લેતી હાઇકોર્ટ
Advertisement

દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં સોડા એશ પ્લાન્ટના કારણે નજીકના ખેડૂતની જમીનને થયેલા નુકસાનના મુદ્દે હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આકરો ઉધડો લીધો હતો. ખાસ કરીને જે જમીન પર નુકસાન થયું છે તે જમીન સુધારણાના કાર્યમાં ભારે વિલંબ બદલ GPCBની ઝાટકણી કાઢી હતી.

GPCB દ્વારા થઈ રહેલા વિલંબને અસહ્ય ગણાવી ચીફ જસ્ટિસની ખંડપીઠે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ એક સમિતિની રચનાનો હુકમ કર્યો અને તેને આ જમીન પર પુન: ખેતી કેટલી ઝડપથી શરૂૂ થઈ શકે તેવી રીતે સુધારણા માટેના પગલાં કેવા ભરવા તે અંગે તપાસ કરવા જણાવ્યું હતું. પ્રદૂષિત જમીનના કારણે ખેડૂતને કેટલું નુકસાન થયું તેનું પણ આકલન આ સમિતિએ કરવાનું રહેશે. ખેડૂતને થયેલા નાણાંકીય નુકસાન ઉપરાંત તેને જે માનસિક આઘાત લાગ્યો તેનું પણ વળતર ચૂકવવાનું રહેશે. વળતરની સઘળી રકમ જે ઔદ્યોગિક એકમે જમીન પ્રદૂષિત કરી છે તેની પાસેથી અથવા તો ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પાસેથી વસૂલ કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. દ્વારકા નજીક કરૂૂંગા ગામના બાલુભા કેરે આરએસપીએલ કંપનીના બાજુમાં જ આવેલા સોડા એશના પ્લાન્ટ સામે 2018માં જીપીસીબીને વારંવાર ફરિયાદો કરેલી. બોર્ડ દ્વારા પ્રદૂષણ રોકવાના પગલાં ભરવામાં થયેલા વિલંબના કારણે કેરની જમીન પ્રદૂષિત થઈ જતાં હાઈકોર્ટે અગાઉ ખેડૂતને વીસ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement