રૂપાલા વિવાદમાં ડેમેજ ક્ધટ્રોલ, સાંજે ગોંડલમાં ક્ષત્રિયોની બેઠક
- પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપાઈ જવાબદારી, વિવાદ ઉગ્ર બનતા ભાજપની નેતાગીરી એક્શનમાં
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગેકરેલી વિવાદી ટિપ્પણીનો મામલો સળગ્યો છે અને રૂપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજે મોરચો ખોલી દઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અન્યથા રાજકોટમાં મહાસંમેલન યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચિમકી આપતા જ ભાજપની નેતાગીરી ડેમેજ ક્ધટ્રોલ માટે સક્રિય બનેલ છે અને ક્ષત્રિય સમાજને મનાવવાની જવાબદારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને સોંપતા જયરાજસિંહ જાડેજાએ આજે સાંજે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક ગોંડલ ખાતે પોતાના ફાર્મહાઉસમાં યોજેલ છે.
આ બેઠકમાં ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસો થનાર છે ત્યારે બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે તરફ સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે. આ બેઠકમાં સમાધાન ન થાય અને ક્ષત્રિય સમાજ તેની માંગણીઓ ઉપર અડગ રહે તો ભવિષ્યના રાજકીય સમિકરણો કેવા હશે? તે અંગે અત્યારથી જ અટકળો અને અનુમાનો થઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાત ભરમાં ક્ષત્રીય સમાજ લાલઘુમ બન્યો છે.ક્ષત્રીય સમાજ નાં વિવિધ સંગઠનો એ પરષોતમ રુપાલા નો વિરોધ કરતા વિરોધની આગ ભાજપ ને દજાડી રહી છે.પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની માફી માંગી હોવા છતા પણ ક્ષત્રીય સમાજ નો રોષ યથાવત રહેતા ભાજપ મોવડીઓ માટે પણ મુંઝવણ શરુ થઈ છે.
દરમિયાન વિવાદ ને પુરો કરવા સ્થાનીક અને પ્રદેશ ભાજપ નું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયુ હોય હવે ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં પ્રભુત્વ ધરાવતા ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ને ડેમેજ કંટ્રોલ નું સુકાન સોંપાયુ છે.આજે શુક્રવાર સાંજે જયરાજસિહ નાં સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજનાં ધારાસભ્યો,પુર્વ ધારાસભ્યો,વિવિધ સંગઠનો નાં આગેવાનો સહિત ની બેઠક નું આયોજન કરાયું છે.
પરષોતમ રુપાલા સામે ક્ષત્રીય સમાજ નો વિરોધ શાંત બને અને નસ્ત્ર ઘીનાં ઠામમાં ઘી પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિહ દ્વારા થનાર છે. લોકસભાની ચુંટણી વચ્ચે જ વિવાદી વિધાન દ્વારા પરષોતમ રુપાલા ખરેખરનાં ફસાયા હોય તેમનો બચાવ કરવા ભાજપ દ્વારા હવે જયરાજસિહ જાડેજાને સુકાન અપાયુ છે.
રૂપાલા ઉપર હુમલાનો ખતરો, સુરક્ષા વધારવા ભલામણ
વિવાદાસ્પદ ટિપ્પણીના વિવાદ વચ્ચે પુરુષોત્તમ રૂૂપાલા પર હુમલો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. એક મહત્વની એજન્સીએ તકેદારીના ભાગરૂૂપે સુરક્ષા વધારવા ભલામણ કરી છે. પોલીસની મહત્વની એજન્સીએ તાત્કાલિક અસરથી તેમની સુરક્ષા વધારવા માટે રિપોર્ટ આપ્યો છે. સુરક્ષા એજન્સી દ્વારા તકેદારીના ભાગરૂૂપે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં ભૂતકાળના બનાવને ધ્યાનમાં રાખીને પુરુષોત્તમ રૂૂપાલાની સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા ભલામણ કરી છે. જો કે, હજુ સુધી સુરક્ષા વધારવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં રૂપાલાની સુરક્ષા વધારવામાં આવે તેવી શક્યતા છે.