રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ‘મેન્ટર પ્રોજેકટ’ અંતર્ગત રાજયના 6500 જેટલા રીઢા ગુનેગારોને ગુનાખોરી છોડાવવા 6500 મેન્ટર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આ 6500 હાર્ડકોર ક્રિમિનલ્સનું દિવસમાં ત્રણ વખત લોકેશન લઇ તેનુ: સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરી સુધારવા માટે કાઉન્સેલિંગ કરવામા આવનાર છે.
મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક તાલીમ અપાઇ છે. આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરને જવાબદારી સોંપવામાં આવી છે.
મેન્ટર તરીકે નિમણૂક પામેલા પોલીસ કર્મચારીની ત્રણ મુખ્ય જવાબદારી છે. (1) મેન્ટરને સોંપવામાં આવેલો આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે માટે જરૂૂરી સર્વેલન્સ રાખવું અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત ટેકનોલોજીના ઉપયોગથી એમનું લોકેશન કયાં છે તે જાણી લેવું. (2) આરોપીઓનું સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરવું. (3) આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તે બાબતે પ્રયત્નો કરવા.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂૂદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સ ગઉઙજ એક્ટના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે પમેન્ટર પ્રોજેક્ટથ શરૂૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે પએક આરોપી સામે એક પોલીસ મેન્ટરથ એમ 6500 રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ સૂચના આપી છે.
તા. 28/11/2024 થી તા. 05/12/2024 દરમિયાન આ મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સ માટે દરેક જિલ્લાઓમાં તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પોલીસ ભવન ખાતેથી તૈયાર કરવામાં આવેલા એક પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજ્યના તમામ મેન્ટર્સને આ તાલીમ શિબીરમાં માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. જેથી આ મેન્ટર પ્રોજેકટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય. મેન્ટર પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ થકી ભવિષ્યમાં ગુજરાત પોલીસને મિલકત વિરૂૂધ્ધના ગુનાઓ તથા નાર્કોટીકસના ગુનાઓ અટકાવવા માટે વધુ સફળતા મળશે.