For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ મંદિરમાં રવિવારે ચંદ્રગ્રહણને કારણે દૈનિક પૂજા, આરતી યોજાશે નહી

11:41 AM Sep 05, 2025 IST | Bhumika
સોમનાથ મંદિરમાં રવિવારે ચંદ્રગ્રહણને કારણે દૈનિક પૂજા  આરતી યોજાશે નહી

તા.07 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાન્હ પુજન-આરતી તેમજ સાયં આરતી સહીત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા ,સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક,પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમીયાન બંધ રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રજપનું વિશેષ મહાત્મ્ય માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ તા.8 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાત: દૈનિક પૂજા અને આરતી પુન:પ્રારંભ થશે.

Advertisement

ચંદ્રગ્રહણનો સમય (પ્રભાસ ક્ષેત્રના સ્થાનિક સમય મુજબ)
વેધ પ્રારંભ: 7 સપ્ટેમ્બર, 2025 સવારે 11:19 કલાકે
ગ્રહણ સ્પર્શ: 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 8:10 કલાકે
ગ્રહણ મધ્ય: 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 11:21 કલાકે
ગ્રહણ મોક્ષ: 8 સપ્ટેમ્બર, 2025 મધરાત્રે 2:05 કલાકે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement