‘દાદા’ને રિલ્સનું ભૂત વળગ્યું પોલીસે એકશન લેતા માફી માગી
આજકાલ રીલ બનાવી ફેમસ થવાનો મોહ વધતો જાય છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાને રીલ બનાવવાનો નશો ચઢ્યો છે. પોરબંદરના ધરમપુરમાં એક વૃદ્ધે રીલ બનાવવા રસ્તા પર જોખમી સ્ટંટ કર્યા છે. હાઈવે પર વૃદ્ધનો બાઈક સાથેનો સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે વૃદ્ધની અટકાયત કરી માફી માગાવી બીજી વખત આ પ્રકારની ભૂલ ન કરવાની વાત કરી છે.
વૃદ્ધે માફી માંગતા કહ્યું કે, આ પ્રકારના સ્ટંટ કયારે કરીશ નહી તેમજ આવા વીડિયો ઉતાર્યો તેવો હવે ક્યારે ઉતારીશ નહી તેમજ બીજા કોઈ લોકો આવી રીતે ગાડી ચલાવતા હોય તો હવે ન ચલાવતા નહીં. કયારે આપણે વાગી જાય તો કયારેક સામે વાળાને વાગી જાય એટલે હવેથી હું આ રીતે બાઈક નહી ચલાવીશ કાયદાનો જાણે ડર ન હોય તે રીતે રસ્તા પર જીવના જોખમે અનેક લોકો રિલ્સ બનાવી રહ્યા છે. આવી રીતે રિલ્સ બનાવીને પોતાને અને સાથે-સાથે એ રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકે છે.