‘પપ્પા મારી બે દીકરીનું ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત
શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર જશરાજનગરમા રહેતા યુવાને ‘પપ્પા મારી બે દિકરીનુ ધ્યાન રાખજો’ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર ઉમિયા સર્કલ પાસે જશરાજનગરમા રહેતા ચેતન હર્ષદભાઇ મોરધરા (ઉ.વ. 37) નામના યુવાને પોતાના ઘરે પંખામા દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો . સવારે પત્ની જલ્પાબેન ઉઠયા ત્યારે પતિને લટકતો જોઇ દેકારો કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા 108 નાં ઇએમટીએ મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો. પોલીસને મૃતક ચેતને આપઘાત પુર્વે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમા તેણે ‘હુ મારી રીતે પગલુ ભરુ છુ, પપ્પા મારી બે દિકરીનુ ધ્યાન રાખજો ’ તેમ લખેલુ હતુ. પ્રાથમિક તપાસમા મૃતક સેન્ટ્રીંગ કામ કરતા હોવાનુ અને તેને સંતાનમા બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
નેપાળી ચોકીદારે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
મુળ નેપાળના અને હાલ નિમર્લા રોડ પર બિલ્ડીંગમા રહેતા અને સોસાયટીમા ચોકીદારી કરતા ચક્ર કાલુ કામી કાલુ (ઉ.વ. પ1) નામના આધેડે પોતાના ઘરે એંગલમા દુપટો બાંધ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો .