પરીક્ષાના પરિણામમાં વિલંબ-ગોટાળા મામલે CYSSનું યુનિ.માં હલ્લાબોલ
યુનિવર્સિટીના પરિણામમાં વિલંબ, રિ-અસેસમેન્ટના પરિણામો 10 માસ થવા છતાય ન આવવા, PhDની પ્રવેશ પરીક્ષા અને કોલેજના PhD. ગાઇડ સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે છાત્ર, યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીસીને રજૂઆત કરી સત્વારે યોગ્ય કરવા જણાવાયું છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઘણી પરિક્ષાઓ લેવામાં આવે છે, ત્યારે તેના પરિણામ જાહેર કરવામાં ખૂબ વિલંબ થતો જોવા મળે છે. હાલ ઘણી પરિક્ષાઓના પરિણામ 3 માસ ઉપર થયું હોવા છતા જાહેર કરાયા નથી. ઉપરાંત ગત નવેમ્બર-2024 માં લેવાયેલ પરિક્ષાના રિ-અસેસમેન્ટના પરિણામ 10 મહિને જાહેર કરવામાં આવ્યા. હજુ પણ ઘણાં પરિણામ જાહેર કરવાના બાકી છે, તો તે ક્યારે જાહેર કરવામાં આવશે?તેઓ સવાલ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીસીને રજૂઆત દરમ્યાન કરવામાં આવ્યો હતો.
CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, પ્રણવ ગઢવી અને ટીમ દ્વારા માંગ કરવામાં આવી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષાના બાકી હોય તે તમામ પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે, ઙવમ એન્ટ્રન્સ પરિક્ષાની તારીખ તાત્કાલિક જાહેર કરવામાં આવે. કોઇ ગાઇડ દ્વારા હરેસમેન્ટ વિધ્યાર્થીની સાથે થયાની ફરિયાદ મળ્યે તપાસ કરવામાં આવે. કોલેજના PhD ગાઇડની સાથે અન્યાય કરવામાં ન આવે અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ મંત્રી કેયુર દેસાઇની યાદીમાં જણાવાયું છે.