પાયલ હોસ્પિટલના વીડિયો વાઇરલ કરનાર ત્રિપુટી સામે સાયબર ટેરેરિઝમનો ગુનો
એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદથી દેશના એનક મોલ અને હોસ્પિટલોના સીસીટીવી વેચ્યાનું ખુલ્યું: કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, મોબાઇલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે
રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી યુ ટયુબ પર વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચે મહારાષ્ટ્રના લાતુર અને સાંગલી તેમજ પ્રયાગરાજના ભીંસથી ત્રણ હેકરોની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ વિભાગે પોલીસે ગંભીરતા દાખવી આરોપીઓ સામે સાયબર ટેરેરિઝમની કલમ હેઠળ આઈટી એકટ 66 એફ (2) કલમ ઉમેરી છે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે. પકડાયેલ ત્રણેય શખ્સોએ એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદથી રાજકોટ સહીત દેશની અન્ય કેટલીક મોટી હોસ્પિટલોના સીસીટીવી ફુટેજ હેક કરીને ડાઉનલોડ કર્યા હતા અને ટેલીગ્રામ ચેનલ મારફતે વેચાણ કર્યાનો ખુલાસો થયો છે.
રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના મહિલા દર્દીના સીસીટીવી ફુટેજના વિડીયો વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમબ્રાંચની ટીમે સંયુક્ત તપાસ કરી પ્રજવલ અશોક તૈલી (લાતુર), પ્રજ રાજેન્દ્ર પાટીલ (સાંગલી) અને ચંદ્ર પ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) નામના હેકરની ધરપકડ કરી હતી.
રાજકોટ પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજના આઇપી એડ્રેસની તેમજ છેલ્લાં ત્રણ મહિનાની વિગતો એકત્ર કરવાની સાથે યુ ટયુબની ચેનલ અને ટેલીગ્રામની ચેનલના ટેકનીકલ એનાલીસીસ કરીને તપાસ કરવામાં આવતા આ ત્રણેય શખ્સોની ઓળખ મળી હતી, જેમા આધારે ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને ત્રણેયને ઝડપી લીધા હતા. આ ત્રણેય પાસેથી પોલીસે હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.
પકડાયે શખ્સોને રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સની મદદ મળતી હતી. જેના આધારે તે સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. દેશની વિવિધ હોસ્પિટલો અને જાહેર સ્થળોના સીસીટીવી ફુટેજના ડેટા વિદેશના હેકર્સ પાસે હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ વિભાગે પોલીસે ગંભીરતા દાખવી આરોપીઓ સામે સાયબર ટેરેરિઝમની કલમ હેઠળ આઈટી એકટ 66 એફ (2) કલમ ઉમેરી છે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે.
પ્રજવલ સીસીટીવી હેક કરતો ચંદ્ર પ્રકાશ વીડિયો અપલોડ કરતો અને પ્રજ ટેલિગ્રામ વેચતો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રજવલ તૈલી સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. તે રોમાનીયા અને એટલાન્ટા હેકર્સની મદદ લઇને ભારતની અનેક હોસ્પિટલો, શોપીંગ મોલ તેમજ અન્ય જાહેર સ્થળોના સીસીટીવી હેક કરતો હતો અને તેના ફુટેજ ડાઉન લોડ કરતો હતો. જ્યારે સાંગલીમાં રહેતો પ્રજ ટેલીગ્રામ ચેનલ પરના મેમ્બરને સીસટીવી ફુજેટના વિડીયો રૂૂપિયા 800થી માંડીને ચાર હજાર રૂૂપિયા સુધીમાં વેચાણ કરતો હતો. તેમજ ચંદ્ર પ્રકાશ યુ ટયુબ ચેનલ પર આ ફુટેજ અપલોડ કરીને ટેલીગ્રામની લીંક પણ મુકતો હતો. જેના આઘારે ગ્રાહકો મળતા હતા. પ્રાથમિક તપાસમાં તેમણે રાજકોટ સહિત દેશના અન્ય શહેરોની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને ખુબ મોટા પ્રમાણમાં વિડીયો બનાવ્યા હતા. આરોપીઓ માટે વિડીયો ફુટેજ વેચાણ માટે ટેલીગ્રામની ચેનલ મુખ્ય સ્ત્રોત હતુ. જેના દ્વારા પ્રજ પાટીલે ઓનલાઇન નાણાં મેળવીને પ્રજવલને આપ્યા હતા. છેલ્લાં એક વર્ષમાં કરોડો રૂૂપિયા એકઠા કર્યાની વિગતો પણ પોલીસને મળી છે. જેમાં કેટલોક હિસ્સો વિદેશી હેકર્સને પણ અપાયો હતો.
પાસવર્ડ વગર ચાલતા સીસીટીવી સોફટવેરની મદદથી શોધી હેક કરતા
આ ટોળકી હોસ્પિટલ તેમજ મોલ સહિતના એવા સીસીટીવી સિસ્ટમને સોફટવેરની મદદથી શોધતી જે સીસીટીવીની સિસ્ટમમાં પાસવર્ડ નાંખ્યા વગર ચાલુ હોય, આવા ફૂટેજ જે મોબાઈલ, એલઈડી કે કમ્પ્યુટરમાં ડાયરેક્ટ જોઈ શકાય તે માટે લોકો પાસવર્ડ જનરેટ કરાવતા નથી. એવા સીસીટીવીને સોફટવેરની મદદથી શોધી તેનો પાસવર્ડ ક્રેક કરીને સીસીટીવી ફુટેજ હેક કરતા હતા. આ સમગ્ર રેકેટ ચલાવવા માટે ચોરીના ડોક્યુમેન્ટ કે અન્યના ડોક્યુમેન્ટ પર સીમકાર્ડ લીધા બાદ તે મોબાઈલ નંબરની મદદથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફેક આઈડી તૈયાર કરી સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.
મહિલા અને યુવતીના સ્નાનથી લઇ સારવારના વીડિયોનું રૂા.900થી લઈ 2000 હજારમાં વેચાણ
પ્રજવલ અને તેના સાગરિતો છેલ્લાં એક વર્ષથી દેશભરની હોસ્પિટલ સહિતના સ્થળોને સીસીટીવી હેક કરીને ફુટેજને ટેલીગ્રામ ચેનલ મારફતે વેચાણ કરવાનું દેશવ્યાપી કૌભાંડ ચલાવતા હતા. જેમાં મહિલા અને યુવતીના સ્નાન થી લઇ સારવારના વિડીયોનું રૂૂ.900 થી લઈ 2000 હજારમાં વેચાણ કરતા હતા. આ ટોળકી પાસેથી વિવિધ શહેરોના શોપીંગ મોલ, જાહેર સ્થળો, સરકારી કચેરી અને હોસ્પિટલના સીસીટીવી ફુટેજ અંગે વિગતો મળી છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ ચેનલ પર આ ફુટેજના આધારે અપલોડ થતા વિડીયોથી ક્રીએટરને સારી એવી આવક થતી હતી. જેથી આ વિડીયોની ડિમાન્ડ રહેતી હતી. જેમાં શોપીંગ મોલની સીસીટીવી ફુટેજ રૂૂપિયા 800 થી 1200માં જયારે ગાયનેક વોર્ડ અને મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવતું હોય તેવા વિડીયો 2 હજાર થી 4 હજાર રૂૂપિયા સુધીમાં વેચાણ થતા હતા.આ વિડીયો મેઘા એમબીબીએસ નામની ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવતા હતા. જેના વિવિધ 10 ગ્રૂપ બનાવવામાં આવ્યા હતા. જેમાં જેમાં મેમ્બરશિપના રૂૂ.900 થી લઈ 2000 હજાર સુધીના પૈસા ચુકવવા બાદ તમને ગૃપમાં એડ કરવામાં આવતા હતા.