ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલના વેપારી સાથે સાયબર ફ્રોડ: દરરોજના 800થી 1500 કમાવા જતાં 9.61 લાખ ગુમાવ્યા

12:14 PM Jul 31, 2024 IST | Bhumika
Advertisement

લિંક મોકલી દરરોજનો ટાસ્ક પૂરો કરાવાનું કહી બે વખત વળતર આપ્યા બાદ છેતરપિંડી: અજાણ્યા ગઠિયા સામે નોંધાતો ગુનો

Advertisement

આજના સોશ્યલ મીડિયા ગ્રુપમાં સાયબર ફ્રોડના બનાવો દિવસને દિવસે વધી રહ્યાં છે ત્યારે ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. કમિશન એજન્ટ તરીકે કામ કરતાં પટેલ યુવાનને મોબાઈલમાં આવેલી લીંક ઓપન કરતાં દરરોજ 10 થી 15 મીનીટમાં 800 થી 1500 કમાવો તેવી સ્કીમ આપી પટેલ યુવાનને શીશામાં ઉતારી 9.61 લાખની છેતરપીંડી કર્યાની અજાણ્યા ગઠીયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ કુમકુમ રેસીડેન્સીમાં રહેતા અને માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં જીગરભાઈ જમનભાઈ ચોથાણી (ઉ.28) નામના પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લીંક ધારક તેમજ કસ્ટમર સપોર્ટ હોટ લાઈન એકાઉન્ટનો ધારક, જુદા જુદા બેંક એકાઉન્ટના ધારકો મળી 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી વેપારીએ તા.5-7-2024ના પોતાના મોબાઈલ ફોન પર ટેલીગ્રામ એપ્લીકેશનમાં ફીલ્મ જોતો હતો ત્યારે મોબાઈલમાં અજાણી લીંક આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ‘હું આ કંપનીમાં કામ કરું છું અને તમે આ કંપનીમાં દરરોજ 10 થી 15 મીનીટનો સમય આપો અને 800 થી 1500 રૂપિયા કમાવો તેવી સ્કીમ આપી હતી. આ લોભામણી સ્કીમમાં આવી જઈ વેપારી તેના સભ્ય બન્યા હતાં અને પોતાનું એકાઉન્ટ ખોલી બેંક ડીટેઈલ સહિતની માહિતીઓ નાખી હતી અને ત્યારબાદ તેને કસ્ટમર સપોર્ટ હોટલાઈન નામનું એકાઉન્ટ ખુલ્યું હતું.

પ્રથમ દિવસે કસ્ટમર સપોર્ટ હોટલાઈનનો ટાસ્ક પુરો કરતાં 890 રૂપિયાનો રિવોડ મળ્યો હતો. જ્યારે બીજા દિવસે ટાસ્ક પુરો કરવા છતાં રિવોડ નહીં મળતાં આ બાબતે મેસેજ કર્યો હતો. અને 10 હજાર ખાતામાં નાખવા પડશે તેમ કહ્યું હતું ત્યારબાદ 10 હજાર ખાતામાં નાખતાં રિવોડ સાથેની રકમ મળી હતી. બાદમાં ત્રીજી વખત લોભામણી સ્કીમમાં આવી જઈ વેપારીએ આઠ ગણા રિવોડ મેળવવા જતાં 9,61,038 રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં પરંતુ 16 લાખનું રિવોડ મેળવવા જતાં વેપારીએ 9.61 લાખ ગુમાવ્યા હતાં. આ અંગે સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ કરતાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
Cyber ​​fraudgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement