આંબેડકરનગરના પ્રૌઢાએ જિંદગીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી રોડ ઉપર પરિણીતાએ ફિનાઇલ પી લેતા તબિયત લથડી
ગુજરાત મિરર, રાજકોટ તા.૧૦ શહેરમાં ૮૦ ફુટ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રોઢાએ જિંદગીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ૮૦ ફુટ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેતા ચંપાબેન પુજાભાઈ પરમાર નામના ૫૪ વર્ષના પ્રોઢા રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે
જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રોઢાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે
ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચંપાબેન પરમારને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે પતિ હયાત નથી. અને ચંપાબેન પરમારે જિંદગીથી કંટાળી આત્મઘાતી પગલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે આવેલ ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતી કંચનબેન આશિષભાઈ જેઠવા નામની ૨૮ વર્ષની પરણીતા રાત્રીના આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે