રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરમાં અનાજની 45 દુકાનોમાં હજુ સુધી રેશનિંગનો પૂરવઠો નહીં પહોંચતા ગ્રાહકોમાં દેકારો

03:50 PM Nov 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશને સરકારની નીતિ પાડી ઉઘાડી

ગુજરાતના લગભગ 74 લાખ પરિવારને અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે મળવાપાત્ર ઘઉં ચોખાનો જથ્થો આપવાની કાયદાકીય જવાબદારી રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકારની સૂચના અન્વયે સમયસર જથ્થો વ્યાજબી ભાવની દુકાન ઉપર પહોચે અને ત્યાંથી લાભાર્થીઓ ને મળે એવી વ્યવ્શ્થાની જવાબદારીના તાબા હેઠળ ગુજરાત નાગરિક પુરવઠા નિગમની છે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરેલ અને જાહેરાત કર્યા મુજબના કલ્યાણકારી યોજના નો જથ્થો પુરતા પ્રમાણમાં અને સમયસર મળતો નથી એ નિરવિવાદિત પણે સૌ જાણે છે યોજનાનો જથ્થો ના મળવાથી વ્યાજબી ભાવના દુકાનદારોની મૂડીનો વગર વ્યાજે આપનું નિગમ એક મહિના માટે લાભ ઉઠાવી રહ્યું છે અને અમારો દુકાનદાર કમિશનથી વંચિત રહે છે તો બિચારો અને લાચાર ગરીબ લાભાર્થી સરકારની સબસીડીના લાભથી વંચિત રહે છે પણ આતો કલ્યાણકારી યોજના છે એટલે આપવું કે ના આપવું એતો તંત્ર ના મનસુબા ઉપર નિર્ભર છે.

પરંતુ કાયદાની જોગવાઈ હેઠળ. આવતા ઘઉં ચોખાના જથ્થો પણ સમયસર દુકાન સુધી પહોંચતો નથી એ હકીકત છે અને એ બાબતે રાજ્યના અનેક વિસ્તારમાંથી રોજ ઢગલાબંધ રજૂઆત આવી રહી છે તેમાં આજરોજ રાજકોટ જિલ્લા શહેર તરફથી આ બાબતે એસો ને રજૂઆત મળેલ. છે કે રાજકોટ સીટી માં 45 દુકાન ઉપર આજ 21તારીખ થવા છતાં ક્યાંક ઘઉં તો ક્યાંક ચોખાનો એકેય સ્કીમ નો એક દાણો પહોંચ્યો નથી રાજકોટ જિલ્લાના અનેક તાલુકા ના ગોડાઉન ઉપર ક્યાંક ઘઉં તો ક્યાંક ચોખાનો સ્ટોક નથી ટ્રાન્સપોર્ટ ઈજરદાર દ્વારા સમયસર ગાડી ના ભરવાથી આ જથ્થો પહોંચી નથી રહ્યો એવુ સ્થાનિક મતળ નું કહેવું છે હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાના મતળ ને તાલીમ અર્થે અન્ય વહીવટી કારણોસર ગાંધીનગર મોકલવામાં આવ્યાં છે ત્યારે ઇન્ચાર્જ ના ઇન્ચાર્જ તરીકે કામ કરી રહેલ નિગમના અધિકારીઓ પોતે ચાર્જમાં છે એવુ કહીને જવાબદારીથી ભાગી રહ્યા છે જે જાહેર વિતરણ વ્યવ્શ્થા માટે જરાય યોગ્ય નથી યોગ્ય મોનિટરીંગ ગોઠવીને પેલી તારીખ થીજ જથ્થાનું સમયસર વહન થાય અને ડોર સ્ટેપ. પણ સમયસર ચાલે. એવુ આયોજન કરવા અને આપેલ સૂચના ના ભંગ બદલ. ઇજારદારોને પેનલ્ટી સહિતના પગલાં. લેવા જવાબદાર અધિકારીઓ ને પણ યોગ્ય આદેશ આપવા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRation card
Advertisement
Next Article
Advertisement