ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શન માટે ભકતોની ભીડ, ભારે ધકકામુકકી
યાત્રાધામ દ્વારકામાં આજે ગુરૂૂવારના ગુરુપૂર્ણિમા ના દિવસે ભાવિક ભક્તોની દ્વારકાધીશ ના દર્શન કરવા ભાડે ભીડ જામી હતી. વહેલી સવારે ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશ ના મંગળા દર્શન કરવા સ્વર્ગદ્વાર છપ્પન સીડી પાસે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં બાળકો વૃદ્ધો મહિલાઓ ભીડમાં ફસાઈ જતાં કિકીયાટી બોલાવાય હતી.
જગત મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે અવ્યવસ્થાના કારણે ભાવિક ભક્તો ભીડમાં ફસાતા તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો. ગુરુપૂર્ણિમા હોવાથી સમગ્ર દિવસ દરમિયાન હજારો ભાવિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પૂજારી પરિવાર એ પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન દ્વારકાધીશ ને કેસરિયા વાઘા સાથે સોના ચાંદી મોર મુગટ ના આભૂષણો સાથે અલૌકિક શિંગાર કરી ભક્તોને દર્શન કરાવ્યા હતા. હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.