રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાજપમાં ભીડ: શહેરમાં 29, જિલ્લામાં 23 દાવેદાર

03:36 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

પ્રમુખપદના ફોર્મ ભરવા શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલયોમાં લાઈનો લાગી, શહેરમાંથી મુકેશ દોશી અને જિલ્લામાં ઢોલરિયાએ પણ ફરી ફોર્મ ભર્યા

Advertisement

ચાર પૂર્વ મેયર શહેર ભાજપ પ્રમુખ બનવાની લાઈનમાં, રૂપાણી જૂથના પણ અડધો ડઝનથી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી

આવતીકાલે ભાજપ સંકલનની બેઠકમાં ફોર્મની ચકાસણી બાદ મામલો પ્રદેશના હવાલે કરાશે, 10મી સુધીમાં નવા પ્રમુખોના નામની જાહેરાત

રાજકોટ શહેર તથા જિલ્લા બાજપના નવા પ્રમુખો માટે આજથી દાવેદારોના ફોર્મ ભરવાનો પ્રારંભ થતાં સવારે શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલયોમાં કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો અને શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 29થી વધુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે પણ 20થી વધુ દાવેદારોએ ફોર્મ ભરતા જબરી રસાકસી જામી છે.

રાજકોટ શહેર ભાજપના વર્તમાન પ્રમુખ મુકેશભાઈ દોશી અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પણ ફરી પ્રમુખપદ માટે દાવેદારી કરી છે અને બન્નેને પ્રથમ ટર્મ જ હોવાથી અન્ય કોઈ નવાને તક આપવાના બદલે બન્ને પ્રમુખોને રીપીટ કરવામાં આવે તેવી શક્યતા વધુ દર્શાવાઈ રહી છે. બન્ને પ્રમુખોના સંગઠનના કામગીરીના રિપોર્ટકાડ પણ પોઝીટીવ રજૂ થયાનું જણાવાય છે.

દરમિયાન આવતી કાલે ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ચૂંટણી અધિકારી મયંક નાયક, શહેરના ચાર ધારાસભ્યો, બે સાંસદ, ત્રણ મહામંત્રી ઉપરાંત સહ ચૂંટણી સંયોજક નરેન્દ્રસિંહ ઠાકુર તથા કિશોર રાઠોડ વિગેરેની હાજરીમાં ભરાયેલા ફોર્મની ચકાસણી કરી ભાજપે નક્કી કરેલા માપદંડોમાં આવતા દાવેદારોના ફોર્મ સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં રજૂ કરવામાં આવશે અને ત્યાર બાદ તા. 10 જાન્યુઆરી સુધીના નવા શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આવીજ રીતે જિલ્લામાં પણ આવતીકાલે ભાજપની સંકલન સમિતિમાં જિલ્લા પ્રમુખપદ માટે ભરાયેલા ફોર્મની સ્કૂટીની કર્યા બાદ માન્ય ફોર્મ પ્રદેશ ભાજપ કાર્યાલયને મોકલી આપવામાં આવનાર છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીને સંગઠન લેવલે કેન્દ્રીય માવડી મંડળ દ્વારા જવાબદરી આપવાનું શરૂ કરાતા જ ફરી રાજકોટમાં રૂપાણી જૂથ સક્રિય બન્યું છે અને શહેર ભાજપ પ્રમુખ દાવેદારીમાં આજે અડધો ડઝન જેટલા રૂૂપાણી જૂથના લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, ડો.પ્રદિપ ડવ, શૈલેષ જાની, દિવ્યરાજસિંહ ગોહિલ, નીતિન ભૂત અને જે. ડી. ડાંગરનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડ કોર્પોરેટરના પતિદેવ ફોર્મ ભરવા તૈયાર થતાં દોડાદોડી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદ માટે આવાસ ફાળવણી કૌભાંડમાં ભાજપે સસ્પેન્ડ કરેલા કોર્પોરેટર દેવુબેન જાદવના પતિએ પણ તૈયારી કરતા ભાજપના નેતાઓને પરસેવો વળી ગયો હતો અને ફોર્મ નહીં ભરવા માટે સમજાવવા ભારે દોડધામ કરી મુકી હતી દેવુબેનના પતિ મનસુખ જાદવનો દાવો હતો કે, તેના પત્ની ભાજપમાંથી સસ્પેન્ડ છે. પણ પોતે તો ભાજપમાં જ છે તેથી શહેર ભાજપ પ્રમુખપદ માટે દાવો કરી શકે છે જો કે, ભાજપના નેતાઓએ સમજાવતા તેમણે ફોર્મ ભરવાનું માંડી વાળ્યું હતું.

શહેરમાં 29 દાવેદારો
વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા, લાખાભાઈ મીર, સિધ્ધરાજસિંહ જાડેજા, અનીલ મકવાણા, કમલેશ ડોડિયા, કલ્પનાબેન કિયાડા, કિરણબેન માકડિયા, મનસુખ જાગાણી સહિત કુલ 30 જેટલા દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.

જિલ્લામાં 23 માથા મેદાને
બીજી તરફ જિલ્લા ભાજપમાં પણ પ્રમુખ પદના દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ઉપરાંત મનસુખભાઈ રામાણી, મનિષ ચાંગેલા, ચંદુભાઈ શિંગાળા, ચેતન રામાણી, પ્રતિપાલસિંહ જાડેજા, ધીરૂભાઈ તળપદા, નીતિન ઢાંકેચા, બાબુભાઈ નસીત, વલ્લભભાઈ સેખલિયા, સોનલબેન વસાણી, અશોક ઠુંમર, પરસોતમભાઈ ગજેરા, જગદીશ કપુરિયા, મનોજભાઈ સાકરિયા, પ્રવિણભાઈ હેરમા, શૈલેષભાઈ શીંગાળા, પરેશ વાગડિયા, ધમભાઈ ટીલાળા, ભીખાભાઈ રોકડ, ભગીરથસિીંહ જાડેજા, ભાવેશ વેકરિયા તથા ડો. દિપક પીપળિયા વિગેરે 23 આગેવાનોએ પ્રમુખ બનવા તૈયારી બતાવી છે.

Tags :
BJPgujaratgujarat newsrajkotRajkot city BJP presidentrajkot news
Advertisement
Next Article
Advertisement