રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અટલ સરોવરની એન્ટ્રી ફીમાં કરોડોની ગોબાચારી, ટેન્ડરમાં શરત મફત એન્ટ્રીની છતાં ઉઘરાણાની જોગવાઈ

03:35 PM Aug 01, 2024 IST | admin
Advertisement

સ્માર્ટ સિટીની બોર્ડ બેઠકમાં પાછળથી છુટછાટ ઉમેરી દેવાયાનો છઝઈંમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Advertisement

કોર્પોરેશનને એન્ટ્રી ફી પેટે માત્ર 10 ટકા ચુકવવાના બાકીના કરોડો રૂપિયા કોન્ટ્રાકટરના ખિસ્સામાં

રાજકોટ મહાનગરપાલિકાથી માંડી ગાંધીનગર સુધી ભાજપની સરકાર હોવાથી રાજકાટમાં ત્રણ વર્ષ પહેલા સુધી ‘મોસાળે જમણ અને મા પીરસે’ જેવી સ્થિતિ હતી ત્યારે સત્તાધારી પયના કેટલાક નેતાઓએ ટી.પી.સ્કીમો તેમજ બસપોર્ટ અને સ્માર્ટ સીટી સહિતની યોજનાઓમાં બે મોઢે ભ્રષ્ટાચાર આચર્યાના ઘટસ્ફોટ ધીરે ધીરે થઈ રહ્યાં છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ટીપી અને ફાયર વિભાગનાં અધિકારીઓના તપેલા ચડી ગયા છે પરંતુ તેના આકાઓને આજ સુધી કાયદાકીય પકડથી બચાવી લેવામાં આવ્યા છે તેવામાં આજથી શરૂ થયેલ રાજકોટના સૌથી મહત્વાકાંક્ષી એવા અટલ સરોવર પ્રોજેકટની એન્ટ્રી ફી ઉઘરાવવામાં અને એન્ટ્રી ફી નક્કી કરવામાં પણ ટેન્ડર પ્રક્રિયા બાદ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે.

]
રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત પ્રજાના પૈસે રૂા.136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવર પ્રોજેકટમાં બાળકોના રૂા.10 અને એડલ્ટના રૂા.25 એન્ટ્રી ફી ઉઘરાવલામાં મોટો ખેલ પડી ગયાનું બહાર આવ્યું છે. પ્રજાના પૈસે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ પ્રોેજેકટના ટેન્ડરમાં એન્ટ્રી ફી મફત રાખવાની જોગવાઈ હતી. આમ છતાં કેટલાક કારીગરોએ કારીગરી કરી પાછળથી એન્ટ્રી ફી ઘુસાડી દઈ કોન્ટ્રાકટર સાથે મળીને 15 વર્ષ સુધી ‘કટકટાવવા’નો ખેલ માંડી દીધાની હકીકત સામે આવી છે.

આ ઉપરાંત કોર્પોરેશનના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોેજેકટમાં આશ્ર્ચર્યજનક રીતે પ્રથમ પ્રિમીયમ ચુકવવાની શરતોમાં પણ ઘાલમેલ કરી 0 થી 5, 5 થી 10 અને 10 થી 15 વર્ષના બદલે 3 થી 7, 8 થી 12 અને 13 થી 27 વર્ષના સ્લેબ કરી નાખવામાં આવ્યા છે. અટલ સરોવર પ્રોેજેકટનું ટેન્ડર કયુબ ક્ધસ્ટ્રકશનને રૂા.136 કરોડમાં આપવામાં આવ્યા બાદ બે વર્ષમાં અટલ સરોવર તૈયાર કરી લેવા અને તૈયાર થયા બાદ 15 વર્ષ સુધી ઓપરેશન મેઈન્ટેનન્સ ખર્ચ ક્ધસ્ટ્રકશન કંપનીએ કરવાની શરતો રખાઈ હતી.

ટેન્ડર બહાર પડયું ત્યારે અટલ સરોવરમાં આમ જનતા માટે એન્ટ્રી ફી નિ:શુલ્ક રાખવાની શરત હતી જ્યારે વિવિધ પ્રકારની રાઈડસ તથા પાર્ટી પ્લોટ, ફુડકોર્ટ વિગેરેની આવક ક્ધસ્ટ્રકશન કંપની કરી શકે તેવી જોગવાઈ હતી. આ પેટે ક્ધસ્ટ્રકશન કંપનીએ મહાનગરપાલિકાને વાર્ષિક પ્રિમીયમ ચુકવવાની જોગવાઈ કરાઈ હતી.
પરંતુ ડેન્ટર મંજુર થયા પછી તા.28 મે 2019ના રોજ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ આવ્યો ત્યારે અટલ સરોવરની એન્ટ્રી ફી ઉઘરાવવાની શરત પણ પ્રગટ થઈ ગઈ હતી અને કોન્ટ્રાકટરને એન્ટ્રી ફી ઉઘરાવવાની છુટ આપી દેવામાં આવી હતી. આટલું નહીં કોન્ટ્રાકટરને દર પાંચ વર્ષે એન્ટ્રી ફીમાં વધારો કરવાના બદલે ત્રણ વર્ષ પછી ફીમાં વધારો કરવાની પણ છુટ આપી દેવામાં આવી હતી.

આ છુટછાટ સામે મહાનગરપાલિકાને એન્ટ્રી ફીની 10 ટકા રકમ અને 90 ટકા રકમ જમા કરાવી બાકીની 10 ટકા રકમ કોન્ટ્રાકટરની તિજોરીમાં ઠાલવવાની જોગવાઈ પણ કરી દેવામાં આવી હતી. જનરલ બોર્ડ ઠરાવ કર્યા બાદ એન્ટ્રી ફી ઉઘરાવવાની છુટ સાથે કોન્ટ્રાકટરને લેટર ઓફ ઈન્ટેન્ટ પણ આપી દેવામાં આવ્યો હતો.

હવે અટલ સરોવર જ્યારે શરૂ થયું છે ત્યારે દર મહિને કોન્ટ્રાકટરને એન્ટ્રી ફીની જ કરોડો રૂપિયાની આવક થાય તેમ છે. અગાઉ તા.1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે અટલ સરોવર ખુલ્લુ મુકાયુ હતું. પરંતુ ગેમઝોન અગ્નિકાંડના કારણે માત્ર 24 દિવસમાં જ બંધ કરી દેવ્યું હતું. આ 24 દિવસમાં જ સવાત્રણ લાખથી વધુ મુલાકાતીઓ અટલ સરોવરની મુલાકાતે આવ્યા હતાં તેની એન્ટ્રી ફીની આવક જ લાખો રૂપિયા થવા જાય છે. 24 દિવસમાં કુલ 3.26 લાખ લોકો આવ્યા હતાં તેમાંથી અડધા બાળખો ગણો તો તેની એન્ટ્રી ફીની આવક રૂા.16.30 લાખ અને એડલ્ટની એન્ટ્રી ફી પેટે રૂા.41 લાખ જેવી આવક થયાનો અંદાજ મુકી શકાય.

આમ દર મહિને એન્ટ્રી ફીની આવક જ રૂા.એક કરોડથી વધુ થઈ શકે તેમ છે. આ આવકમાં 90 ટકા કોન્ઠ્રાકટરને મળશે. મતલબ કે, મહાનગરપાલિકાના શાસકોએ કોન્ટ્રાકટરને દર મહિને લાખો રૂપિયાની રોકડી કરવાનું સાલીચાણુ બાંધી દીધું છે. અટલ સરોવરના ટેન્ડરમાં થયેલી આ ગોલમાલનો આરટીઆઈમાં ખુલાસો થયો છે ત્યારે એન્ટ્રી ફીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવાની પરવાનગી કોન્ટ્રાકટરને કયા કારણોસર આપી દેવામાં આવી તે તો તે સમયના શાસકો અથવા તો સહી કરનાર અધિકારીઓ જ બતાવી શકે. પરંતુ આ સમગ્ર મામલો શંકાસ્પદ અને મોટા ભ્રષ્ટાચારનો જણાય છે ત્યારે આ બારામાં તપાસ કરવામાં આવે તો ચોંકાવનારા ધડાકા થઈ શકે છે. તમામ પુરાવા રેકર્ડ ઉપર છે. જો સરકારની કે, વર્તમાન મ્યુનિ.કમિશનરની કે, મેયરની ઈચ્છા શકતી હોય તો તટસ્થ તપાસ કરાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી શકે છે.

24 દિવસમાં રૂા.3.26 લાખ મુલાકાતી આવ્યા, આંકડા છુપાવા હવાતીયા
રાજકોટના નવ્ નજરાણા સમાન અટલ સરોવરમાં એન્ટ્રી ફીના ઉઘરાણા ટેન્ડર પ્રક્રિયા બાદ ઘુસાડી દેવાયા છે ત્યારે એન્ટ્રી ફીની જ આવક દરમહિને એકાદ કરોડ રૂપિયાથી વધુ થાય તેવો અંદાજ છે. અગાઉ તા.1 મેના રોજ અલટ સરોવર ખુલ્લુ મુકાયુ ત્યારે પ્રથમ દિવસે મફત એન્ટ્રી હતી. ત્યારબાદના ગેમઝોન અગ્નિકાંડના કારણે તા.25 મેની મોડી સાંજે અટલ સરોવર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. વચ્ચેના આ 24 દિવસમાં કુલ 3.26 લાખ લોકોએ અટલ સરોવરમાં એન્ટ્રી કરી હતી. આ 3.26 લાખમાં અડધા બાળકો અને અડધા એડલ્ટની એન્ટ્રી ગણવામાં આવે તો પણ આ આવક રૂા.60 લાખ આસપાસ થવા જાય છે. તહેવારોની સીઝનમાં આ આવક અનેક ગણી વધી શકે છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, અટલ સરોવર તા.1 થી 25 મે સુધી ખુલ્લુ રહ્યું તે દરમિયાન કેટલા બાળકો અને કેટલા એડલ્ટ લોકોએ મુલાકાત લીધી તેનો આંકડો ભેદી કારણોસર મહાનગરપાલિકાના અધિકારીઓ દબાવી રહ્યાં છે. જ્યારે કયુબ ક્ધસ્ટ્રકશન કંપનીના જવાબદાર અધિકારીઓ આ આંકડો મીડિયા સમક્ષ જાહેર કરી શકાય નહીં તેવો જવાબ આપી રહ્યાં છે. મુલાકાતીઓના આંકડા દબાવવા કોર્પોરેશન અને કોન્ટ્રાકટ બન્ને દ્વારા ચલકચલાણુ રમાઈ રહ્યું છે તે બાબત પણ શંકાસ્પદ ગણાવાય છે.

પાંચના બદલે ત્રણ વર્ષે ફી વધારવાની જોગવાઈમાં પણ જગલરી
મહાનગરપાલિકાના સત્તાધીશોએ અટલ સરોવરનું ટેન્ડર ફાઈનલ થયા બાદ એન્ટ્રીફી ઉઘરાવવાની પાછળથી જોગવાઈ ઘુસાડી દીધા બાદ પણ દલા તરવાડી વાળી કરી હોય તેમ પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષ પછી જ ફી વધારવાની કોન્ટ્રાકટરને છુટ આપી દીધી છે. જ્યારેિ વવિધ રાઈડસના ભાવ વધારાની મુદત પાંચ વર્ષ જ રાખી છે. કોન્ટ્રાકટર સાથે મહાનગરપાલિકાએ કરેલા કરાર મુજબ હાલમાં બાળકો માટે રૂા.10 અને એડલ્ટ માટે રૂા.25 છે તે ત્રણ વર્ષ બાદ સીધી બાળકોની એન્ટ્રી ફી રૂા.20 અને એડલ્ટ માટે રૂા.40 થઈ જશે. આમ એન્ટ્રી ફી પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષે વધારવાની જોગવાઈમાં પણ કોઈ ‘જગલરી’ થયાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

Tags :
atalsarovaratalsarovarnewsentryfreegujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement