ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર

12:30 PM Aug 23, 2025 IST | Bhumika
Advertisement

હાલ વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે ભાણવડ તાલુકાના ટીંબડી વાડી વિસ્તારમાં એક મગરે દેખા દેતા આ વિસ્તારના વાડી માલિકો દ્વારા ભાણવડના રેસ્ક્યુઅરને જાણ કરાઈ હતી. આથી એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ અન્ય સભ્યો સાથે તુરત સ્થળ પર પહોંચી અને આ મગરને રેસ્ક્યુ કર્યો હતો.

Advertisement

આ મગર ઘણી વખત વાડી વિસ્તારમાં ચડી આવતો હોય, જેથી રેસ્ક્યુ થઈ જવાથી આજુ બાજુના વાડી માલિકોએ હાશકારો અનુભવ્યો હતો. મગરના રેસ્ક્યુ બાદ તેના પ્રાકૃતિક વિસ્તારમાં તેને મુક્ત કરાયો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા.

Tags :
BHANVADBhanvad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement