ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાંથી 462 બોટલ દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાન્ચે પકડી

11:40 AM Jul 15, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

કાર સહિત રૂા.3.39 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત

Advertisement

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે રામલાલ રહે.રાજસ્થાનવાળો પોતાની કબ્જાની સફેદ કલરની ટાટા ઇન્ડીકા ફોર વ્હીલ કાર રજી. નં.ૠઉં-27-ઈ-3583માં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી વેચાણ અર્થે ભાવનગર તરફ લઇને આવે છે.જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્ષ હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતાં કારમાં ભરેલ ઇંગ્લીશ દારૂૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે રામલાલ મુકનારામ લોહાર ઉ.વ.39 ધંધો-ડ્રાયવીંગ રહે.અલીબાવ તા.ચીતલવાણા, જી.સાંચોર, રાજસ્થાન ને ઝડપી લીધો હતો.

પોલીસે આ શખ્સ પાસેથી વિદેશી દારૂની 462 બોટલો કી.1 86 370 તથા ટાટા કંપનીની ઇન્ડીકા વિસ્ટા કાર રજી.નં.ૠઉં-27-ઈ-3583 કિ.રૂૂ.1,50,000/- મોબાઇલ ફોન કિ.રૂ.3,000/- મળી કુલ રૂ.3,39,370/- નો મુદ્દામાલ કબજે કરેલ.

દરોડા ની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં અરવિંદભાઇ મકવાણા, ચંદ્દસિંહ વાળા, હારિતસિંહ ચૌહાણ, અલ્ફાઝભાઇ વોરા, સત્યજીતસિંહ ચુડાસમા, અલ્ફાઝ વોરા, હસમુખભાઇ પરમાર જોડાયા હતા.

Tags :
alcoholbhavnagarbhavnagarnewscrimegujaratgujarat news
Advertisement
Advertisement