રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ક્રાઇમ બ્રાન્ચના બે દરોડામાં 6.32 લાખના દારૂના જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ

04:22 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

શહેર ક્રાઇમ બ્રાંચે બે અલગ અલગ દરોડામાં રૂૂા. 6,32,400નો 738 બોટલ દારૂૂ કબ્જે કરી વાહનો મળી કુલ રૂૂા. 9,57,400ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને દબોચી લીધા છે.એક શખ્સનું નામ ખુલ્યું છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઇ બલભદ્રસિંહ જે.જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીને બાતમી મળતાં નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે વોચ રાખી માલવાહક બોલેરોને મોકાજી સર્કલ સામે પેટ્રોલ પંપ નજીકની શેરીમાંથી પકડી લીધી હતી.આ બોલેરોમાંથી રૂૂા.2,71,200નો 240 બોટલ દારૂૂ મળતાં તેમાં ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા વિનોદ રમેશભાઇ ચૌહાણ (રહે. નવલનનગર-9, આરએમસી ક્વાર્ટર બ્લોક 1 રૂૂમ નં. 1881), બાજુમાં બેઠેલા હિતેન રામનારાયણ રાવ (રહે. જંગલેશ્વર સામે અમીનભાઇના મકાનમાં,મુળ કૃષા જી. બહેરાઇન યુપી)ને અને આગળ ટુવ્હીલર પર પાયલોટીંગ કરી રહેલા દિનેશ રાજકુમાર નીચાણી (રહે. જંકશન પલોટ-11, સોમનાથ એપાર્ટમેન્ટ ફલેટ નં. 5)ને પકડી લીધા હતાં.પુછતાછ થતાં દિનેશે કબુલ્યું હતુ઼ કે આ દારૂૂ બેડી માર્કેટ યાર્ડ પાસે આજી નદી કાંઠે આવેલા ગેરેજના પાર્કિંગમાંથી વિજયએ ભરી દીધો છે.આ માહિતી પરથી ત્યાં દરોડો પાડવામાં આવતાં ત્યાંના વિશ્વકર્મા ટ્રક ગેરેજના પાર્કિંગમાં રખાયેલા પડતર ટેન્કરમાં છુપાવેલો વધુ રૂૂા.3,61,200નો 498 બોટલ દારૂૂ મળતાં વિજવય હીરાનંદ લાલવાણી (ઉ.વ.40-રહે. માધાપર, સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફલેટ નં. 402)ને પકડી લેવાયો હતો. આ શખ્સની પુછતાછમાં અમદાવાદના ભરત ખુશાલદાસ સોમૈયાનું નામ ખુલ્યું હતું.પોલીસે બંને દરોડામાં કુલ રૂૂા. 6,32,400ની દારૂૂની 738 બોટલો તેમજ બોલેરો વાહન રૂૂા. 2 લાખનું, એક્ટીવા રૂૂા. 25 હજારનું મળી કુલ 9,57,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement