રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઝનાના હોસ્પિટલમાં માસૂમ બાળકનાં મોત મામલે બેદરકારી દાખવનાર નર્સ અને નર્સિંગ છાત્ર સામે ગુનો

04:33 PM Sep 05, 2024 IST | admin
Advertisement

ગોંડલના શ્રમિક પરિવારના પાંચ મહિનાના બાળકને ટીબી થતાં સારવારમાં ખસેડાયો’તો: નાસમાં ઇન્જેક્શન દેવાના બદલે પગમાં આપી દેતાં મોત થયુ’તું

Advertisement

ગોંડલના શ્રમિક પરિવારના પાંચ મહિનાના માસુમ બાળકને ન્યુમોનીયા અને ટી.બી. થતા સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકને નાહમાં આપવાનું ઇન્જેક્શન પગમાં આપી દેતા તેનું મોત નીપજ્યું હતું. જે બનાવમાં પરિવાર દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આખરે ત્રણ મહિના બાદ તપાસ દરમિયાન બાળકનું મોત નર્સિંગ સ્ટાફની બેદરકારીથી થયાનું ખોલતા પોલીસે બેદરકારી દાખવનાર ઝનાના હોસ્પિટલની વોર્ડ નર્સ અને નર્સિંગ છાત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારના વતની અને હાલ ગોંડલમાં તાલુકા પોલીસ સ્ટેશન પાસે રહેતા વિરેન્દ્ર નરશીંભાઇ કુશવાહના પાંચ મહિનાના પુત્ર રાજને તાવ આવતો હોવાથી ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જેના રિપોર્ટ થતા બાળકને ન્યુમોનીયા અને ટી.બી.હોવાનું જણાયું અને ટી.બી.ની સારવાર ત્યાં થતી ન હોવાથી પરિવારજનો બાળકને તા.4/6ના રોજ રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા તેને દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તબીબો દિવસમાં ત્રણ વાર બાળકને ચડાવેલા માસ્કમાં નાહનું ઇન્જેક્શન આપતા હતા. દરમિયાન તા.4/7ના બપોરના સમયે ત્રણ ડોક્ટરો આવ્યા હતા. જેમના હાથમાં માસ્કમાં આપવાનું નાહનું ઇન્જેક્શન હતો અને બાળકના મોઢામાં માસ્ક હોય તેમાં ઇન્જેક્શન આપવાના બદલે બાળકના ડાબા પગની નસમાં ઇન્જેક્શન આપી દીધું હતું.

Tags :
gondalgondalnewsgujaratgujarat newsnurcingcourcerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement