દ્વારકામાં રૂા.5 લાખની ખંડણી માંગી રૂા.20 હજાર પડાવનાર 3 શખ્સો સામે ગુનો
જોડિયાના ખીરી ગામના શખ્સો સામે ફરિયાદ: ખંભાળિયાના આધેડને ધમકી: દારૂ સાથે 3 પકડાયા
દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હીરાભા સાજણભા જેસાભા માણેક નામના 37 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમજ તેમના ભાઈ-બહેનોની સંયુક્ત માલિકીની જમીન દ્વારકા તાબેના વાંચ્છું ગામે આવેલી છે. દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર સોમનાથ હાઈવે રોડ પર આવેલી તેમની રેવન્યુ સરવે નંબર 742 વાળી બિનખેતી જમીનના અગાઉ કરવામાં આવેલા સરવે નંબર પ્રમોલગેશન વખતે ખોટી રીતે બેસાડી હોવાનું જણાવી અને વાંચ્છું ગામના રહે ધીરુભા હરિયાભા માણેક નામના શખ્સે હાઇકોર્ટમાં ફરિયાદી વિરુદ્ધ રીટ કરવાનું જણાવી અને વકીલ મારફતે નોટીસ પાઠવી હતી.
ત્યાર બાદ આરોપી ધીરુભા માણેકએ ફરિયાદી હીરાભા સાજણભાને દ્વારકા નજીકના બરડીયા ઓવરબ્રિજ પાસે રૂૂબરૂૂ બોલાવીને અહીં રહેલા અન્ય આરોપી એવા જોડિયા તાલુકાના ખીરી ગામના દેવરાજ હેમરાજ મકવાણા અને તુષાર હાથલીયા બંને માથાભારે હોવાનું કહી તેમને ડરાવ્યા હતા. આ રીતે આરોપી તુષાર હાથલીયા સાથે ફોનમાં વાતચીત કરાવી અને તેણે ફરિયાદી હીરાભા પાસે રૂૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી. જો તેઓ આ રકમ નહીં આપે તો પોતે દવા પીને તેમને હેરાન પરેશાન કરી નાખશે અને આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આટલું જ નહીં, ફરિયાદી પાસે રહેલા રૂૂપિયા 20,000 ની રોકડ રકમ આરોપી ધીરૂૂભા હરિયાભા માણેકએ પડાવી લીધી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ત્રણેય શખ્સો સામે બી.એન.એસ.ની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મારી નાખવાની ધમકી
ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ મૂળજીભાઈ નકુમ નામના 51 વર્ષના આધેડે હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચોપડા (ઉ.વ. 56) પાસેથી થોડા સમય પૂર્વે 3 ટકાના વ્યાજ દરથી રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા હતા. જે પૈકી ફરિયાદી દિલીપભાઈએ આરોપીને રૂૂપિયા એક લાખ 8 હજાર આપી દીધા હોવા છતાં પણ આરોપીએ વધુ રૂૂપિયા 2.30 લાખ આપવા માટે દિલીપભાઈને ફોન ઉપર બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે.આ અંગેની તપાસ પી.એસ.આઈ. વસાવાએ હાથ ધરી, આરોપીની અટકાયત કરી લીધી હતી.
દારૂૂ સાથે મહિલાઓ સહિત ત્રણ ઝડપાયા
દ્વારકામાં રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા હાજરાબેન રજાકભાઈ બેતારા (ઉ.વ. 27) ને પોલીસે વિદેશી દારૂૂની 10 બોટલ સાથે તેમજ ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા રોગ રેસમાં બેન અબ્દુલભાઈ દાઉદભાઈ અંગારીયા (ઉ.વ. 30) ને વિદેશી દારૂૂની 8 બોટલ સાથે ઝડપી લઈ, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. ખંભાળિયા પોલીસે નગર વિસ્તારમાં રહેતા નરેશ કાનજી માતંગ (ઉ.વ. 28) ને વિદેશી દારૂૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.