For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું રાજકીય ડેબ્યૂ, ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું

12:47 PM Sep 06, 2024 IST | Bhumika
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું રાજકીય ડેબ્યૂ  ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું
Advertisement

ધારાસભ્ય પત્ની રિવાબાએ કરી સત્તાવાર જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે રાજકારણમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. તે ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બની ગયો છે. જામનગરથી ભાજપનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે પડથ પર પોસ્ટ કરીને લખ્યું છે કે રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાએ તાજેતરમા ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનેક વખત ચૂંટણીપ્રચારમાં જોડાયો છે.

Advertisement

ચૂંટણી દરમિયાન તે પત્ની રિવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતો જોવા મળ્યો હતો, તેણે ઘણા રોડ શો પણ કર્યા હતા. તેની પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદ રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

દર છ વર્ષે એક વખત ભાજપ દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનની શરૂૂઆત કરવામાં આવતી હોય છે. એ અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં બીજી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રાથમિક સદસ્ય તરીકે અભિયાનની શરૂૂઆત કરાવી હતી. 2 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂૂઆત કરાવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા. રાજ્યના દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત જ જાડેજા દંપતીએ ભાજપની સદસ્યતા લીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement