રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ રાજકોટ સુધી રેલો

04:23 PM Jul 11, 2024 IST | admin
Advertisement

થલતેજમાં સીઆઈડી ક્રાઈમનો દરોડો, 1ની ધરપકડ, રાજસ્થાન અને ગુજરાતના 8 બુકી ફરાર

Advertisement

6 એપ્લીકેશનમાંથી રૂા.21.30 કરોડની બેલેન્સ મળી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સોમવિલા બંગ્લોઝમાં સીઆઈડી ક્રાઈમે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઈમના દરોડામાં બંગલાનો માલિક પ્રોપર્ટી ડીલેર સીઆઈડી ક્રાઈમના હાથમાં આવી ગયો હતો. જ્યારે ગુજરાત અને રાજસ્થાનના આઠ જેટલા બુકીઓ ફરાર થઈ ગયા હતાં. સીઆઈડી ક્રાઈમે અલગ અલગ 13 મોબાઈલ તેમજ લેપટોપ અને કાર સહિત રૂા.1.51 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડામાં ગુજરાત ભરના બુકીઓનું કનેકશન સામે આવ્યું છે. જેમાં રાજકોટનાં બુકીઓનું પણ નામ હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમવા માટે આઈ.ડી.મારફતે બેલેન્સ આપવામા આવતી હતી. જેમાં ક્રિકેટ સટ્ટાની છ એપ્લીકેશનમા રૂા.21 કરોડ અને 30 લાખનું બેલેન્સ પણ મળી આવ્યું હતું. આ મામલે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરતાં ગુજરાત અને રાજસ્થાનના બુકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડેયન તથા ડીસીપી ચૈતન્ય મંડલીક અને તેમની ટીમે બાતમીને આધારે થલતેજના આસોપાલવ બંગ્લોઝ સામે સોમવિલા બંગ્લોઝ 40-એમાં દરોડો પાડયો હતો. આ બંગલાનો માલીક પ્રવિણ વિક્રમ જૈન ઝડપાઈ ગયો હતો. તેના ઘરેથી પ્રવિણ ક્રિકેટ સટ્ટાનું મોટુ રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ઘરમાંથી 13 થી વધુ મોબાઈલ તથા લેપટોપ અને ફોર વ્હીલ કાર સહિત રૂા.1.51 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ દરોડામાં ગુજરાત અને રાજસ્થાનના આઠ બુકીઓના નામ ખુલ્યા છે. જેમાં ટૂંકા નામ અમદાવાદનો ભેૈરવ બી.ટી., જયપુરનો કુકી, અમદાવાદનો રાધે, જોધપુરનો બાલાજી, સુરતનો બાલા, જોધપુરના રામભાઈ, સુરતનો શની અને કપીલ બલોતરાના નામ બહાર આવ્યા છે.

સીઆઈડી ક્રાઈમની તપાસમાં એપ્લીકેશન મારફતે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો પ્રકાશ અને તેની સાથેના ગુજરાત અને રાજસ્થાનના બુકીઓ જુદા જુદા આઈડી પરથી ક્રિકેટ સટ્ટો રમાડતાં હતાં જેમાં સેફ્રોનેક્ષ ડોટ કોમ, નીન ડોટ રાધે એક ડોટ કોમ, વર્લ્ડસેવન સેવનસેવન ડોટ કોમ, ંબીએમડબલ્યુ બી ઈટી સેવન સેવન સેવન, લકી સેવન, ટેનેક્ષક ડોટ કોમ નામની આઈડીઓ મળી આવી હોય આ આઈડીમાં રાજકોટનાં નામાંકીત બુકીઓનું પણ કનેકશન હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સીઆઈડી ક્રાઈમ તપાસ અર્થે રાજકોટ પણ આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Tags :
ahemdabadahemdabadnewscricketscamgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement