For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રેડાઈના ચેરમેન પરેશ ગજેરા, વા.ચેરમેન દીલીપ લાડાણીની તાજપોશી

04:26 PM Aug 08, 2025 IST | Bhumika
ક્રેડાઈના ચેરમેન પરેશ ગજેરા  વા ચેરમેન દીલીપ લાડાણીની તાજપોશી

અમદાવાદમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની યોજાઈ

Advertisement

ગત તા.7 નાં રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં ચેન્જ ઓફ ગાર્ડ અંતર્ગત તાજપોશી કરવામાં આવી કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઇ) ગુજરાતની સામાન્ય સભા ગત જુલાઈ માસમાં સુરત ખાતે યોજાયેલ સામાન્ય સભામાં રાજકોટ બલ્ડિર એસો. નાં પ્રમુખ પરેશભાઇ ગજેરાની ગુજરાત બલ્ડિર્સ એસોસિએશનના ચેરમેન તેમજ વાઈસ પ્રેસીડન્ટ દીલીપભાઈ લાડાણી તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક પટેલની સર્વાનુમતે સાલ 2025-27 માટે પસંદગી કરવામાં આવેલ છે.

ગત તા.7-8-2025 નાં રોજ ઝેડ લકઝરી બેન્કવેટ ખાતે, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપ પ્રદેશ અગ્રણી જીતુભાઈ વાધાણી તેમજ ક્રેડાઈ નેશનલનાં જક્ષયભાઈ શાહ, શેખરભાઈ પટેલ અને ગુજરાતનાં અગ્રણી બલ્ડિરોની હાજરીમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અંતર્ગત પરેશભાઇ ગજેરાની ગુજરાત બલ્ડિર્સ એસોસિએશનના ચેરમેન તેમજ વાઈસ પ્રેસીડન્ટ દીલીપભાઈ લાડાણી તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ધ્રુવિક પટેલની સાલ 2025-27 માટે તાજપોશી કરવામાં આવેલ. સાથે સાથે સાથે સાથે ક્રેડાઈ ગુજરાતનાં પ્રેસીડન્ટ તરીકે તેજસ દોશી - અમદાવાદ, માનદ મંત્રી તરીકે વિરલ શાહ -અમદાવાદ, ઉપપ્રમુખ તરીકે નિલમ દોશી - અમદાવાદ, ધ્રુવ પટેલ - અમદાવાદ, ભરત સુખડીયા- અમદાવાદ, મયંક પટેલ-વડોદરા, દિલીપ લાડાણી-રાજકોટ, હરેશ પટેલ-મહેસાણાની વરણી કરવામાં આવેલ ઉપરાંત સહ માનદ મંત્રી તરીકે જયંતિ શેલડીયા-ગાંધીનગર, અમીત અગ્રવાલ- સિલ્વાસા, રોહિત ચંદરવાલા- ભરૂૂચ, ધ્રુવિક તલાવિયા-રાજકોટ ની વરણી કરેલ તેમજ માનદ કોષાધ્યક્ષ તરીકે વિજય ધામેલીયા-સુરત અને સહ માનદ કોષાધ્યક્ષ તરીકે ભુપતસિંહ પરમાર ભાવનગર તેમજ યુથ વિંગ ક્નવીનર તરીકે ભવદત્ત પટેલ- અમદાવાદની વરણી કરવામાં આવેલ છે.

Advertisement

અમદાવાદ ખાતે યોજાયેલ આ સેરેમનીમાં રાજ્યભરમાંથી આવેલ ડેવલપર્સ એસોસીએશનનાં વિવિધ હોદેદારો ખાસ ઉપસ્થિત રહયા હતા. ઉપરોકત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવનિયુકત તમામ હોદેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. સાથે સાથે ભુપેન્દ્રભાઈ પટેલનાં ઉદ્બ્ાોધન કરેલ જેમાં મેક ઈન ઈન્ડીયા અને ગ્રીન કવર સહીતનાં પલાન્ીંગ કરવા માટે ખાસ સૂચન વ્યકત કરેલ હતું.
સાથો સાથ એ પણ જણાવેલ કે હાલમાં વધતી જતી જમીનોની કિંમત ઘણા પ્રશ્નો ઉભા કરે છે જેના લીધે કાયદેસર માલિકોને હેરાનગતી વધી રહી છે. આર્થિક ખર્ચ વધી રહયો છે તે વ્યાજબી વાત નથી આમાંથી બહાર નીકળવા શુ શુ કરી શકાય તે માટેનાં સુચનો સરકાર ને મોકલી આપશો તો તેને ચોક્કસ ધ્યાને લેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement