‘આમ આદમી પાર્ટી’ના સક્રિય અગ્રણી કરશનબાપુ ભાદરકાનું અચાનક રાજીનામું
04:24 PM Aug 08, 2025 IST | Bhumika
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દિધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે.
Advertisement
કરશનબાપુ ભાદરકાએ ઈસુદાન ગઢવીને આપેલા રાજીનામામાં લખ્યું છે કે, મારી તબિયતને લઈને ડોક્ટની સલાહ પ્રમાણે મારે આરામની જરુર છે, માટે હું કરશનબાપુ ભાદરકા પાર્ટીના મારા બધાં હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આપનો આભાર.કરશનબાપુ ભાદરકાએ માણવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી. કરશનબાપુ ભાદરકાને 22859 મત મળ્યા હતા. કરશનબાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સક્રિય હતા.
Advertisement
Advertisement