તરલ ભટ્ટે સેક્સટોર્શન રેકેટ ચલાવી મોટાપાયે તોડબાજી કર્યાનો તપાસમાં ધડાકો
લોકોના બેંક અકાઉન્ટ બ્લોક કરાવીને તેમની પાસેથી લાખો રૂૂપિયાની કથિત તોડબાજી કરવાના કેસમાં હાલ જેલમાં બંધ અને વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતા પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટની વધુ એક કરતૂત બહાર આવી છે. તરલ ભટ્ટ સામે હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે, જેમાં એવું બહાર આવ્યું છે કે તરલ ભટ્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે 2017-19ના ગાળામાં દીપ શાહ નામના પોતાના એક મળતિયા સાથે મળીને સેક્સટોર્શન રેકેટ ચલાવ્યું હતું.
એટીએસના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર તરલ ભટ્ટ અને દીપ શાહની મુલાકાત 2017માં થઈ હતી, તે વખતે ફ્રેન્ડશિપ ક્લબના નામે લોકોની પાસેથી પૈસા પડાવવાના એક કેસની તપાસ તરલ ભટ્ટ કરી રહ્યા હતા અને તેમણે દીપ શાહને પૂછપરછ માટે બોલાવ્યો હતો.ફ્રેન્ડશીપ ક્લબના નામે ચાલતા આ રેકેટમાં લોકોને મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ કરવાના નામે ઠગવામાં આવતા હતા, આ કેસની તપાસ માટે દીપ શાહને તરલ ભટ્ટે પૂછપરછ માટે બોલાવ્યો ત્યારબાદ તેમણે તેની સાથે જ ભાગીદારીમાં આ ધંધો શરૂૂ કરી દીધો હતો.
તરલ ભટ્ટ અને દીપ શાહે ભેગા મળીને 2017-19ના ગાળામાં ફ્રેન્ડશીપ ક્લબના નામે સેક્સટોર્શન રેકેટ ચલાવ્યું હતું તેવું પોલીસનું કહેવું છે, જેમાં દીપ શાહ દ્વારા રાખવામાં આવેલી યુવતીઓ સાથે વાત કરતા લોકોની ઓડિયો કે વિડીયો ક્લીપના આધારે તેમની પાસેથી તોડબાજી કરવામાં આવતી હતી.
તરલ ભટ્ટ હાલ જૂનાગઢ તોડકાંડના મામલામાં જેલમાં બંધ છે અને તેની તપાસ પૂરી થયા બાદ તેમની સામે સેક્સટોર્શન કેસની ઈન્કવાયરી શરૂૂ કરવામાં આવશે. પોલીસનો એવો પણ દાવો છે કે દીપ શાહ અને તરલ ભટ્ટ 2019 પછી પણ સેક્સટોર્શન રેકેટ ચલાવતા હતા, પરંતુ તેના પુરાવા એકત્ર કરવાના હજુ બાકી છે.
તરલ ભટ્ટ પર જૂનાગઢ સાયબર ક્રાઈમના પીઆઈ અને અજઈં સાથે મળીને લોકોના બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી તેમની પાસેથી લાખો રૂૂપિયાની તોડબાજી કરવાનો આરોપ છે, જેમાં એક કેસમાં કેરળના યુવક પાસેથી 25 લાખ રૂૂપિયાની ડિમાન્ડ કરાયા બાદ આ આખોય કાંડ બહાર આવ્યો હતો. તરલ ભટ્ટે સાયબર ક્રાઈમના પીઆઈ ગોહિલ અને એએસઆઇ જાનીને જે બેંક અકાઉન્ટ્સનું લિસ્ટ આપ્યું હતું તે ડેટા દીપ શાહે જ આપ્યો હોવાની પણ ર છે. એટલું જ નહીં, ફરિયાદ નોંધાયા બાદ તરલ ભટ્ટ ફરાર હતા ત્યારે દીપ શાહે જ તેમને સંતાવવામાં મદદ કરી હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.