રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

20 વર્ષ પહેલા સાચવવા આપેલા ઘરેણા પિતરાઈએ વેચી માર્યા, પરત માંગતા હુમલો

04:31 PM Aug 23, 2024 IST | admin
Advertisement

લલુડી વોકળી પાસેની ઘટના : યુવાનને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો

Advertisement

150 ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે સાગર ચોકમાં આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતા સાહિદ સદિલભાઈ શેખ નામનો 18 વર્ષનો યુવાન રાત્રીના 8:30 વાગ્યાના અરસામાં લલુડી વોકળી ખાતે પોતાના મામાના ઘરે હતો ત્યારે મામાના છોકરા હારુને ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલા સાહિલ શેખની માતા સબાનાબેને 20 વર્ષ પહેલા હારુનને સોનાની બે બુટી, સોનાનો ચેઈન અને વીટી સાંચવવા માટે આપ્યા હતાં. જે સોનાના ઘરેણા હારુને બારોબાર વેચી માર્યા હતાં. જે ઘરેણાના રૂપિયા લેવા માટે સાહિલ શેખ હારુનના ઘરે ગયો હતો ત્યારે હારુને હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attactgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement