કૃષ્ણમ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોને 15 લાખના દાવામાં કોર્ટે પાઠવ્યું સમન્સ
લોધિકાના ખિરસરા ગામે , શ્રી નાથજી સ્ટોન ક્રશર પાસેથી રૂૂા. 15-લાખના કપચીના માલની રકમ વસુલવા બાંધકામનો ધંધો કરતી કૃષ્ણમ એન્ટરપ્રાઈઝ પેઢી સામે અદાલતમાં દાવો દાખલ કરવામાં આવતા કોર્ટે પેઢીના સંચાલકને આગામી મુદ્દતે હાજર રહેવા નોટીસયુ કરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લાના લોધિકાના ખિરસરા ગામે , નાથજી સ્ટોન ક્રશર ના નામથી કાનજીભાઈ ખીમાભાઈ પીઠીયા પાસેથી શહેરના 150 ફુટ રીંગ રોડ,શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, બંધન પાર્ટી પ્લોટ સામે,ધ સ્પાયર બિલ્ડીંગ,ઓફીસ નં. 704મા તુષાભાઈ રાયધનભાઈ લાવડીયા પકૃષ્ણમ એન્ટરપ્રાઈઝથ. પેઢીએ કપચી નો માલ (બ્લેક ટ્રેપ) ખરીદ કરેલ છે. જે માલની બાકી રકમ કાનજીભાઈ પીઠીયાને કૃષ્ણમ એન્ટરપ્રાઈઝથ.પેઢી પાસેથી રૂૂા. 15,56,535 લેવાની નીકળે છે.
બાકી રકમ વારંવાર માંગવા છતા રકમ ન ચુકવતા હોય તેથી શ્રી નાથજી સ્ટોન ક્રશર ના નામથી ધંધો કરતા કાનજીભાઈ પીઠીયાએ કૃષ્ણમ એન્ટરપ્રાઈઝ ના સંચાલક તુષાભાઈ રાયધનભાઈ લાવડીયા સામે સીવીલ પ્રોસીઝર કોડ હેઠળ વ્યાજ અને ખર્ચ સાથે લેણી રકમ મેળવવા અંગે રાજકોટની સીવીલ કોર્ટમાં લેણી રકમ વસુલવા અંગેનો દાવો દાખલ કરતા સીવીલ કોર્ટે કૃષ્ણમ એન્ટરપ્રાઈઝ ના નામથી બાંધકામ નો ધંધો કરતા તુષાભાઈ રાયધનભાઈ લાવડીયાને હાજર થવા અંગેની નોટીસ ઈસ્યુ કરેલ છે. આ કેસમાં વાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજયકે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ છે.
