For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ લેબર કમિશનર કચેરીના ક્લાર્કને લાંચ કેસમાં 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ

12:07 PM Aug 14, 2024 IST | Bhumika
રાજકોટ લેબર કમિશનર કચેરીના ક્લાર્કને લાંચ કેસમાં 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ
Advertisement

રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડમાં આવેલી આસિસ્ટન્ટ લેબર કમિશનર કચેરીના ડીવીઝન ક્લાર્ક ચોક્કસ સંખ્યાથી વધુકામદારોને નોકરી ઉપર રાખવા માટેના લાયસન્સ આપવા માટે રૂા. 7,500ની લાંચ લેતા ઝડપાયા હતાં. જે લાંચ કેસમાં અદાલતે આરોપી ડીવીઝનક્લાર્કને ચાર વર્ષની સજા અને રૂા. બે હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ભવાની એનર્જી સોલ્યુસન વતી ચોક્કસ સંખ્યાથી વધુ કામદારોને નોકરી પર રાખવા માટે ફરિયાદી જય મીલનભાઈ ત્રિવેદીએ કોઠીકમ્પાઉન્ડમાં આવેલ આસિસ્ટન્ટ લેબર કમિસનર કચેરીમાં અરજી કરી હતી. આ અરજી અંગે પુછપરછ કરતા આસિસ્ટન્ટ લેબર કમિશનર કચેરીના ડીવીઝનલ ક્લાર્ક હિરાલાલ વાલજીભાઈ ચાવડાએ તેમના ઉપરી અધિકારી લેબર કમિશનર વતી રૂા. 5000 પોતાના માટે 2000 અને પોતાના પટ્ટાવાળા વતી રૂા. 500ની લાંચ માગી હતી. જે લાંચની રકમ સ્વીકારતા ડીવીઝનલ ક્લાર્કને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતાં. જેમાં ડીવીઝનલ ક્લાર્ક હીરાલાલ ચાવડા અને પટ્ટાવાળા મોહનભાઈ હેમાભાઈ કટારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરાયેલી રજૂઆતો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ પ્રિન્સીપાલ સેસન્સ જજ વીવી ગોહિલે લાંચ કેસમાં ડીવીઝનલ ક્લાર્ક હિરાલાલ ચાવડાને ચાર વર્ષની સજા અને રૂા. 2000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

સરકારી વકીલ એસ.કે. વોરાની 111 કેસમાં સજા અપાવવાની સિદ્ધિ
રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ પોતાના 8 વર્ષના કાર્યકાળમાં 111 કેસમાં આરોપીઓને સજા અપાવી પીડીતોને ન્યાય અપાવવાની અભૂતપૂર્વ ઉપલબ્ધી મેળવી છે. સંજયભાઈ વોરાએ ચકચારી હત્યા, દુષ્કર્મ અને લાંચ સહિતના કેસમાં અનેક લોકોને સજાઓ અપાવી પોતાના નામે વધુ સજા અપાવવાનો રેકોર્ડ સર્જયો છે. 111 કેસમાં સજા અપાવવાની સિધ્ધી હાંસલ કરનાર સરકારી વકીલ એસ.કે.વોરાને ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement