રાજુલા પંથકમાં બાળકીને શારીરિક અડપલા કરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજુલા પંથકમાં બાળકીને ભાગ આપવાની લાલચ આપી શારીકિ અડપલા કરવાના કેસમાં સંડોવાયેલા શખ્સને કોટેર 20 વર્ષની સજા અને રૂા.15 હજારનો દંડ તેમજ ભોગ બનનાર બાળકીને રૂા.50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ રાજુલા પંથકમાં રહેતી બાળકીને જયસુખ ધનજીભાઇ કડેવાળ નામના શખ્સે વર્ષ 2020માં લલચાવી ફોસલાવી ભાગ આપી બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે અંગે ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ રાજુલા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ અને સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ રાજુલા એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ ડી.સી. ત્રિવેદીએ બાળકીને શારીરિક અડપલા કરવાના પોકસો એકટના ગુનામાં આરોપી જયસુખ ધનજીભાઇ કડેવાળને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂા.15 હજારનો દંડ તેમજ ભોગ બનનારને વિકટીમ કોમ્પેનસેશન મુજબ રૂા.50 હજાર વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળ રોકાયા હતા.