વીજ કરંટથી સગા બે ભાઇના મોત નિપજ્યાના ગુનામાં વાડી માલિકને 7 વર્ષની સજા ફટકારતી અદાલત
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે રહેતા શખ્સે પોતાની વાડીમાં તારફેન્સીંગ ની સાથે ઇલેક્ટ્રીક કરંટ ગોઠવેલ હોય આ ઇલે. કરંટ બે સગાભાઇઓને લાગી જતા અને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બંન્ને ના મોત નિપજ્યા હતા આ અંગેની આરોપી સામે મોટાખુટવડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી આ અંગેનો કેસ મહુવાની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને 7 વર્ષની કેદની સજા અને રોકડા રૂૂા. 2 લાખ વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે ગઈ તા. 1/9/2020 નાં સાંજના 7 વાગ્યાના સમયે આરોપી રાજાભાઈ દુલાભાઈ હડીયા (ઉ.53, રહે. વળીયા ભવન ચોક, મોટાખુટવડા, તા.મહુવા, જી.ભાવનગર) એ પોતાની વાડીના શેઢા ફરતે લોખંડના તાર બાંધી ઇલેક્ટ્રીક શોર્ટ મુકવાથી માણસનું મૃત્યુ નિપજવાનો સંભવ હોય તેવુ જાણવા છતા પોતાની વાડીએ કરેલી કેળના પાક ફરતે વાડીનાં શેઢે થાંભલા નાખી તેમાં લોખંડનો તાર બાંધી તેમાં ઇલે. શોર્ટ મુકી તે શોટ વાળા લોખંડનાં તારને અડવાથી ફરીયાદી વલ્લભભાઇ બાલુભાઈ માલણકીયાનાં ભત્રીજાઓ પરેશભાઈ નાગજીભાઈ માલણકિીયા અને નીતીનભાઈ નાગજીભાઈ માલણકીયા બંન્ને મોત નિપજાવી આરોપીએ ઇ.પી.કો. કલમ 304, મુજબ શિક્ષાપાત્ર ગુન્હો કરેલ છે .જેની ફરીયાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા પો.સ્ટે. માં નોંધવામાં આવેલ હતી.
આ અંગેનો કેસ મહુવાના એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ન્યાયમૂર્તિ અતુલકુમાર એસ. પાટીલ ની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ એચ. કેસરી ની અસરકારક દલીલો ગ્રાહય રાખી આરોપી રાજુભાઈ દુલાભાઈ હડીયાને તકસીરવાન ઠરાવી 7(સાત) વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે તથા આરોપીને રૂૂા. 2,00,000/- બે લાખ પુરા નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવે છે અને દંડ ભરવામાં કસુર કરે તો વધુ 6 માસની કેદની સજા ભોગવવાનો આથી હુીકમ કરવામાં આવે છે. તેમજ ફરીયાદી પક્ષે બંન્ને મરણજનારના વારસોને રૂૂા. 1,00,000/- તથા રૂૂા. 1,00,000/- વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.