For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોલીથડમાં બોગસ વોટિંગ મુદ્દે કોંગી ઉમેદવારે કરેલી પિટિશન નામંજૂર કરતી કોર્ટ

12:21 PM Sep 10, 2024 IST | Bhumika
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોલીથડમાં બોગસ વોટિંગ મુદ્દે કોંગી ઉમેદવારે કરેલી પિટિશન નામંજૂર કરતી કોર્ટ
Advertisement

ગોંડલના કોલીથડમાં 2021ની સ્થાનિક સ્વરાજ ચૂંટણીને બોગસ વોટીંગ મામલે કોર્ટમાં પડકારાઈ હતી જે પીટીશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.ગોંડલની કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને મોટા પાયે થયેલા બોગસ વોટિંગના આક્ષેપ સાથે પીટીશન અરજી વર્ષ 2021 માં કોર્ટમાં પડકારાઈ હતી. રાજકોટ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ગોંડલ તાલુકાના 15 કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિબા જાડેજાએ તેમના વકીલ મારફત ગોંડલની સિવિલ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં જણાવ્યા મુજબ તા. 28,02,2021 ના રોજ કોલીથળ મતદાન વિભાગના લગભગ 33 પૈકી મોટા ભાગના મતદાન મથકોમાં બોગસ વોટિંગ કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર ચૂંટણીને રદ્દ કરવા અને નવેસરથી પક્ષપાત રહિત ચૂંટણી કરાવવા માગણી કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી કમિશનર, જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ ચૂંટણી તથા જીતેલા ભાજપના ઉમેદવાર સહદેવસિંહ જાડેજાને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારીના કબજામાં રહેલા ચૂંટણીના મહત્ત્વોના દસ્તાવેજો પણ કોર્ટના રેકર્ડ પર લાવવા માગણી કરવામાં આવી હતી.આ પીટીશન અરજી ગોંડલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આ અરજીને ખારીજ કરી નાખી હતી, કોટર્ના જજ શ્રીમાન રામકુમાર આર્ય અધિક સીનીયર સિવિલ જજ ગોંડલ દ્વારા સાહેદોને તપાસી હુકમ કર્યો હતો જેમાં અરજદારે ફકત ચૂંટણી સાહિત્યને છ માસ પહેલા નષ્ટ કરવા બાબત તકરાર ઉપાડેલ છે પરંતુ ચૂંટણી દરમ્યાન ગેરકાયદેસરતા બાબતે કોઈપણ પુરાવો મૌખિક અથવા દસ્તાવેજી રજુ કરેલ નથી.

Advertisement

ચૂંટણી સાહિત્યનો છ માસ પહેલા નષ્ટ કરેલાનું કૃત્ય ચૂંટણીના પરિણામને અસર કરતા નથી તે હકીકત વધારેમાં વધારે અનિયમસરપણું કહેવાય અને અનિયમસરપણા ઉપર ચૂંટણી પરિણામને અસર થતુ નથી.ઉપરોકત કાયદાકીય જોગવાઈઓ અને જુબાનીમાં સ્થાપીત થયેલ હકીકતોની સરખામણી એકસાથે કરતા નીચે મુજબનો આખરી હુકમ પસાર કરવામાં આવેલ હતો. જેથી વાદીની ઈલેકશન પીટીશન નામંજુર કરવામા આવેલ.પ્રતિવાદી તરફે વકિલ્ રાજુભાઈ ઓઝા,પરેશભાઈ રાવલ્,તથા ભાવેશ બી. ચોલેરા,તથા પ્રશાંત ભટ્ટ તથા વિવેકસિંહ જાડેજા વકીલ તરીકે રોકાયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement